વાંકાનેર : જીનપરા ચોક ખાતેથી ખોવાયેલ નવો મોબાઈલ શોધી પોલીસ જવાને પરત કર્યો
Views 76

વાંકાનેર તાલુકાના ભેરડા ગામના સુરેશભાઈ રંગપરાએ આજરોજ બપોરે શહેરના જીનપરા ચોક ખાતે મેહુલ ટેલિકોમમાંથી રૂ. ૧૨,૫૦૦નો નવો મોબાઈલ ખરીદ્યો હતો. ઘરે જતા રસ્તામાં તેમની થેલી સાથે મોબાઈલ ખોવાઈ ગયો હતો.
સદ્ભાગ્યે આ થેલી વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા જમાદાર શક્તિસિંહ જાડેજાને મળી આવી હતી. ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવતા તેમણે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત મોબાઈલના મૂળ માલિકની શોધખોળ શરૂ કરી અને ગણતરીના સમયમાં જ સુરેશભાઈને પોલીસ મથકે બોલાવી તેમનો નવો મોબાઈલ હેમખેમ પરત આપ્યો હતો. પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી સુરેશભાઈએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.


આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થા જ નહીં સંભાળે, પરંતુ પ્રજાની મદદ માટે હંમેશા તત્પર રહે છે. આવી નિષ્ઠાપૂર્વકની કામગીરીથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને છે અને સાચા અર્થમાં તેઓ “ખરા પ્રજા રક્ષક” તરીકે પોતાની ઓળખ પુરવાર કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!