વાંકાનેરમાં ડીજેના તાલે ગુંજી ઉઠ્યો ઉમંગ — ભવ્ય શોભાયાત્રા સાથે ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ ઉજવણી
Views 147

વાંકાનેર શહેરમાં આજે ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ગૌરવશાળી શોભાયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાઓ, સામાજિક આગેવાનો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉજવણીમય બની ગયું હતું.

ડીજેના તાલ સાથે યુવાઓ ભુવાજી અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા. “જય ભીમ”ના ગુંજતા નારા અને દેશભક્તિ ગીતો વચ્ચે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. વિવિધ સંગઠનો દ્વારા આંબેડકર સાહેબના જીવન અને સંવિધાન પ્રત્યેના યોગદાનને દર્શાવતા ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી, જે લોકોને ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

શોભાયાત્રા દરમિયાન શિસ્તબદ્ધ આયોજન સાથે પોલીસ તંત્ર પણ તૈનાત રહ્યું હતું, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. માર્ગમાં અનેક સ્થળોએ સ્વાગત દ્વાર અને પાણી-છાશ જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી, જે સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
સામાજિક આગેવાનો દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે આંબેડકર સાહેબના વિચારોને જીવનમાં અપનાવીને સમાનતા, શિક્ષણ અને બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવવાની જરૂર છે. ખાસ કરીને યુવા વર્ગને શિક્ષણ અને સંવિધાનના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
આ રીતે વાંકાનેરમાં આંબેડકર જયંતિની ઉજવણી માત્ર ઉત્સવ નહીં પરંતુ સમાજમાં એકતા, જાગૃતિ અને પ્રેરણાનો સંદેશ આપતી સાબિત થઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!