વાંકાનેરમાં પરિવર્તનની પવન: આપના ગેલાભાઈ સાપરા ઉર્ફે (વિનુભાઈ )ને ગ્રામ્ય વિસ્તારમાં વધતો જનસમર્થન
Views: 406
0 0
Read Time:1 Minute, 55 Second

વાંકાનેર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. લુણસર જિલ્લા પંચાયત સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગેલાભાઈ શીવાભાઈ સાપરા (વિનુભાઈ)ને ગામડે ગામડે જનતા તરફથી સારો પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે. “હાકલ કરો ને હાજર” જેવી કહેવતને સાર્થક કરતાં તેઓ સતત જનસંપર્કમાં વ્યસ્ત રહી પ્રજાની વચ્ચે પહોંચતા રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી સભાઓ અને મુલાકાતો દરમિયાન લોકોમાં નવી આશાઓ અને પરિવર્તનની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા વર્ષો સુધી આપવામાં આવેલા વચનોને લઈને પ્રજામાં અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઉભરી રહી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે હવે માત્ર વચનો નહીં, પરંતુ વાસ્તવિક કામ અને પારદર્શક શાસન જરૂરી બન્યું છે. ગેલાભાઈ સાપરાના પ્રચાર દરમિયાન મોડી રાત્રે પણ લોકોનો ઉમળકો જોવા મળ્યો હતો, જે બદલાવની માંગ દર્શાવે છે.વાંકાનેર પંથકમાં રાજકીય સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે. આપના કાર્યકર્તાઓ દ્વારા ઘરેઘરે જઈને કરવામાં આવતો જનસંપર્ક અભિયાન પણ અસરકારક સાબિત થઈ રહ્યો છે.આગામી દિવસોમાં મતદારો કઈ દિશામાં વળે છે તે જોવું મહત્વનું રહેશે, પરંતુ હાલની પરિસ્થિતિએ એક વાત સ્પષ્ટ કરી છે—વાંકાનેરમાં પરિવર્તનની પવન જોર પકડતી જાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *