ગેરકાયદેસર હથિયાર વિરુદ્ધ એલસીબીની અસરકારક કાર્યવાહી: ચૂંટણી પહેલા કડક પગલા
Views: 77
0 0
Read Time:2 Minute, 27 Second

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે કડક અને પ્રશંસનીય કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તંત્રની સતર્કતા અને ઝડપી કામગીરીના પરિણામે ત્રણ ઇસમોને પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે પાલીતાણા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોખડકા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. બાતમી મુજબ કેટલાક શખ્સો ગેરકાયદેસર હથિયારના સોદા માટે ભેગા થયા હતા.

એલ.સી.બી.ની ટીમે ચોક્કસ કામગીરી કરીને ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એક ચાલતી હાલતની પિસ્તોલ, ત્રણ જીવતા કાર્ટીસ તથા બે ફૂટેલા કાર્ટીસ મળી કુલ રૂ. 20,300 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં ભાર્ગવભાઈ ધંધુકીયા, બહાદુરભાઈ ચૌહાણ અને અનુભાઈ પરમારનો સમાવેશ થાય છે. તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.સી. જાડેજા, આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા તથા સ્ટાફના અન્ય સભ્યો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ કામગીરીથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે આવી કાર્યવાહી જનસુરક્ષા માટે અત્યંત જરૂરી અને પ્રેરણાદાયી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *