વિદ્યાર્થીઓની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મુલાકાત: કાનૂની જ્ઞાનથી પ્રેરિત બની “આજનો વિદ્યાર્થી, કાલનો અધિકારી”
Views: 187
0 0
Read Time:2 Minute, 45 Second

વાંકાનેર તા. 11 માર્ચ: શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાન મેળવવાનો ઉત્તમ પ્રયાસ રૂપે મહિકા ગામ સ્થિત સનસાઈટ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલના ધોરણ 8 અને 9માં અભ્યાસ કરતા 66 વિદ્યાર્થીઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં કાનૂની સમજણ વધારવા અને પોલીસ કામગીરી અંગે જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.


સવારે 10:30 કલાકે યોજાયેલી આ મુલાકાત દરમિયાન સ્કૂલના ટ્રસ્ટી વસીમભાઈ બાદી, આચાર્ય ઈસરત એમ. બાદી તેમજ શિક્ષક જાફર અલીબાદી વિદ્યાર્થીઓ સાથે હાજર રહ્યા હતા. પોલીસ સ્ટેશનમાં પી.એચ.ઓ. મનહરભાઈ સદાદિયાએ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગુનાહિત અરજી, ફરિયાદની પ્રક્રિયા, આરોપીની લોકઅપ કસ્ટડી તેમજ પોલીસના ફરજિયાત કામકાજ વિશે સરળ ભાષામાં સમજ આપી હતી.આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી બંધુક, ટિયર ગેસ જેવી સુરક્ષા સાધનો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલ સુહાના બાનુ પરાસરાએ વિદ્યાર્થીનીઓને ક્રાઇમ જાગૃતિ, કોમ્પ્યુટર ડેટા અને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપી તેમની જાગૃતિ વધારી હતી.આવા શૈક્ષણિક પ્રવાસોથી વિદ્યાર્થીઓને પુસ્તકી જ્ઞાન સાથે પ્રાયોગિક અને સામાજિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. પોલીસ મથકની મુલાકાતથી વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે માન, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વિકસે છે.


શાળાના શિક્ષકોના જણાવ્યા મુજબ આવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સકારાત્મક વિચારધારા વિકસાવવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં સજાગ નાગરિક બને અને સમાજના વિકાસમાં યોગદાન આપે. “આજનો વિદ્યાર્થી કાલનો અધિકારી બને” તેવી પ્રેરણા સાથે આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે યાદગાર બની હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *