ચોટીલા–રાજકોટ હાઈવે પર LCBની મોટી કાર્યવાહી: રૂ. 2.18 કરોડનું વિદેશી દારૂ જપ્ત
Views 91


મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં ચોટીલા–રાજકોટ હાઈવે પર આવેલા સુગર ‘એન’ સ્પાઈસ હોટલ નજીક LCB મોરબી દ્વારા પ્રતિબંધિત દારૂ અંગે મોટી રેડ કરવામાં આવી હતી. LCB મોરબીના PI એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ટ્રકમાંથી કુલ 31,752 IMFL બોટલ મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત રૂ. 1,93,47,360 થાય છે. સાથે જ એક વાહન રૂ. 25,00,000, એક મોબાઈલ ફોન રૂ. 5,000 અને રૂ. 3,200 રોકડ મળી કુલ રૂ. 2,18,55,560 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. ઝહેરાઝ, તા. ખેરવાડા, જી. ઉદયપુર, રાજસ્થાન) નામના ટ્રક ડ્રાઈવર ને ઝડપી પાડી તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે.


આ કાર્યવાહી દરમિયાન પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 336(3), 338, 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમાં ગેરકાયદેસર દારૂ મોકલનાર અજાણ્યો વ્યક્તિ, વાહન નંબર RJ 14 GP 4506 નો માલિક અને દારૂનો રિસીવર સામેલ છે. તેમની શોધખોળ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર રેડ LCB મોરબીના PI એમ.પી. પંડ્યાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!