સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે મોરબી જિલ્લા કોંગ્રેસ સક્રિય, યુવા કાર્યકર્તાઓને મહત્વની જવાબદારી
Views: 109
0 0
Read Time:1 Minute, 48 Second

મોરબી : આવનારી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ટીમ હળવદ કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કાર્યકર્તાઓ સાથે આવનારી ચૂંટણી અંગે ચર્ચા કરી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા યુવા કાર્યકર્તાઓને જિલ્લા કોંગ્રેસ ટીમમાં હોદ્દેદાર તરીકે નિમણૂંક આપી તેમને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ ઝાલા અને હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


બેઠકમાં હિમાંશુભાઈ મહેતાને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે તેમજ ઘનશ્યામભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સંગઠન દ્વારા કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને સંગઠનાત્મક મજબૂતી લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું બેઠક દરમિયાન જણાવાયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *