વાંકાનેર તાલુકામાં 108 ટીમની માનવતાભરી સેવા:વાડી વિસ્તારમાં ગરીબ મહિલાની સલામત પ્રસૂતિ
Views 90

વાંકાનેર તાલુકાના શક્તિપરા ગામ નજીક જાળી બસસ્ટેન્ડ પાસેના વાડી વિસ્તારમાં ઇમરજન્સી 108 સેવા દ્વારા માનવતાભરી અને સમયસર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ધાબળા વેચીને ગુજરાન ચલાવતી એક ગરીબ મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતા તા. 13 માર્ચ 2026ના રોજ 108 ઇમરજન્સી સેવામાં કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફરજ પર રહેલા ઈએમટી માલકિયા કિશનભાઈ અને પાયલોટ યુવરાજસિંહ ગોહિલે મહિલાને પ્રાથમિક સારવાર આપી હતી. દરમિયાન મહિલાને પ્રસૂતિનો દુખાવો વધુ વધી જતા ટીમે સ્થળ પર જ જરૂરી તબીબી કાળજી સાથે સલામત નોર્મલ ડિલિવરી કરાવી હતી. મહિલાએ આશરે 2.8 કિલો વજનની તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંનેની તબિયત સારી હોવાથી વધુ સારવાર અને દેખરેખ માટે તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઇમરજન્સી 108 સેવા માત્ર અકસ્માત સમયે જ નહીં પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પણ જીવનદાયી સાબિત થઈ રહી છે. સમયસર પ્રતિસાદ, પ્રશિક્ષિત સ્ટાફ અને માનવતાભર્યા અભિગમને કારણે અનેક પરિવારોને નવી આશા મળી રહી છે.


વાંકાનેર તાલુકામાં 108 ટીમની આ પ્રશંસનીય કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તાત્કાલિક સેવા અને સમર્પિત કર્મચારીઓના પ્રયાસોથી અનેક જીવનો સુરક્ષિત બની રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!