હળવદના યુવા આગેવાન હિમાંશુ મહેતા મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બન્યા, શહેરમાં આનંદનો માહોલ
Views 65

હળવદ : મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં હળવદ બ્રહ્મ સમાજના યુવા આગેવાન હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતાની જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણૂક થતા હળવદ શહેર તેમજ બ્રહ્મ સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની સૂચનાથી જિલ્લા કોંગ્રેસ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી હતી. તેમાં હળવદના યુવા આગેવાન હિમાંશુ મહેતાને જિલ્લા મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.નિમણૂકના અવસરે હળવદ શહેરના સારા નાકે કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ઢોલ-નગારા સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.હિમાંશુ મહેતા યુવા, નિડર અને સંગઠન સાથે સદૈવ જોડાયેલા આગેવાન તરીકે ઓળખાય છે.

તેમના જિલ્લા સ્તરે સમાવેશથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પાર્ટી વધુ સક્રિય બનશે તેવી કાર્યકરોમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે શહેરના વિવિધ સામાજિક, રાજકીય તથા વેપારી આગેવાનો તેમજ કોંગ્રેસ કાર્યકરો દ્વારા હિમાંશુ મહેતાને શુભેચ્છાઓ પાઠવી તેમની સફળ કામગીરી માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર : સંજય નંદેસરિયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!