આજના આધુનિક યુગમાં નીસ્વાર્થ સેવા નો પ્રકાશ
Views: 60
0 0
Read Time:2 Minute, 30 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ : નટવરલાલ ભાટિયા દામનગર


દામનગર શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી નારાયણ ગુરુકુલ પરિસરમાં “હાલો રે હાલો કોઈનો જીવ બચવા હાલો” ના પ્રેરણાદાયી સૂત્ર સાથે “વોક ફોર હર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીની આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુરુકુલની પ્રાથમિકથી લઇ ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.


આશીર્વાદ ફાઉન્ડેશનની કો-ઓર્ડિનેટર મીતાબેન જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વોક ફોર હર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ફિટનેસ અને સામાજિક જાગૃતિ અંગે મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન “ચાલો ચલાવો, કોઈની જિંદગી બચાવો” જેવા સ્લોગન સાથે વિદ્યાર્થીઓએ જાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે આચાર્ય વી.બી. ડોબરીયા, પ્રિન્સિપાલ નિલેશભાઈ કોલડીયા, ટીમ લીડર બિમલ પંડ્યા તેમજ શિક્ષકમંડળના કાકડિયા, નીતિન ગોસ્વામી, સરવૈયા, રામાણી, ધ્રુવીબેન અને દીપ્તિબેન સહિત સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કોણ કેટલા પગલાં ચાલ્યા તેનું નોંધણી દ્વારા રેકોર્ડ રાખવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કાર પણ આપવામાં આવ્યા. ટીમ લીડર બિમલ પંડ્યાના નેતૃત્વમાં યોજાયેલી આ માર્ચ દ્વારા સમાજમાં સેવા, આરોગ્ય અને માનવતાનો સકારાત્મક સંદેશ ફેલાયો હતો.


આવો કાર્યક્રમ આજના આધુનિક યુગમાં નિસ્વાર્થ સેવા, આરોગ્ય જાગૃતિ અને સમાજ પ્રત્યેની જવાબદારીનો ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *