પુણ્યસ્મૃતિને સેવા સાથે જીવંત રાખવાનો સુંદર સંકલ્પ: દામનગરમાં ઠંડા પીવાના પાણીના પરબનું લોકાર્પણ
Views 16

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ: નટવરલાલ ભાટિયા દામનગર

દામનગર શહેરમાં સ્વર્ગસ્થ વડીલોની પુણ્યસ્મૃતિને સેવાકાર્ય સાથે જોડતો એક પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો. શહેરના રાભડા રોડ ચોકડી જેવા અતિ વ્યસ્ત વિસ્તારમાં સ્વ. ધરમશીભાઈ ડાયાભાઈ નારોલા, સ્વ. ભીખાભાઈ જાદવભાઈ નારોલા અને સ્વ. ઠાકરશીભાઈ પરસોત્તમભાઈ બલર (ધામેલવાળા)ની પુણ્યસ્મૃતિમાં તેમના સંતાનો દ્વારા ઠંડા પીવાના પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં સ્વ. ધરમશીભાઈ ડાયાભાઈ નારોલાના પુત્ર સંજયભાઈ ધરમશીભાઈ નારોલા અને ઇન્દુભાઈ ધરમશીભાઈ નારોલા, સ્વ. ભીખાભાઈ જાદવભાઈ નારોલાના પુત્ર ચીમનભાઈ ભીખાભાઈ નારોલા તેમજ સ્વ. ઠાકરશીભાઈ પરસોત્તમભાઈ બલર પરિવારના સંતાનોના સંયુક્ત આર્થિક સહયોગથી પરબ શરૂ કરવામાં આવ્યો. ગ્રીષ્મ ઋતુની વધતી ગરમીમાં શહેરવાસીઓને શીતળતા અને રાહત મળે તેવા શુભ આશય સાથે શરૂ કરાયેલું આ પાણીનું પરબ માનવસેવાનો સુંદર ઉદાહરણ બની રહ્યું છે.

વ્યસ્ત માર્ગ પર આવતા-જતા મુસાફરો, મજૂરો અને નાગરિકો માટે ઠંડા પીવાના પાણીની અવિરત સેવા ઉપલબ્ધ રહેશે.
આ લોકાર્પણ પ્રસંગે શહેરની અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હરજીભાઈ નારોલા, દામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, સતીશગીરી ગોસ્વામી, સચિનભાઈ બોખા, પ્રિતેશભાઈ નારોલા, જીતુભાઈ નારોલા, ધીરુભાઈ નારોલા, હિંમતભાઈ આલગિયા, ગૌતમભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ તજા, વિનુભાઈ નારોલા, જયતિભાઈ નારોલા સહિત અનેક સામાજિક કાર્યકરોની પ્રેરક ઉપસ્થિતિમાં દાતા પરિવારો દ્વારા આ સેવાકાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું.
સ્વર્ગસ્થ વડીલોની યાદને માનવસેવાના પવિત્ર કાર્ય સાથે જોડતો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણાદાયી બની રહ્યો છે. ગરમીના દિવસોમાં તરસ્યા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી દાતા પરિવારે માનવતાનો ઉત્તમ સંદેશ આપ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!