માનવતાની સેવા તરફ એક વધુ પગલું : કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
Views 38

મોરબી વિસ્તારમાં લોકસેવા અને સમાજસેવાના કાર્યોથી જાણીતા Kantibhai Amrutiya (માનનીય મંત્રીશ્રી, ગુજરાત સરકાર) પોતાના જીવનના 64મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમના જન્મદિવસને સમાજહિતના કાર્યો સાથે જોડવા માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
લાખો કાર્યકરો અને શુભેચ્છકોની પ્રાર્થના તથા શુભકામનાઓના બળે કેન્સર જેવા ગંભીર રોગ સામે લડીને કાંતિભાઈ અમૃતિયાએ અદમ્ય મનોબળ અને હિંમતનો પરિચય આપ્યો છે. તેમની સ્વસ્થતા તરફની સફળ સફર અનેક લોકો માટે પ્રેરણાદાયી બની છે અને ટૂંક સમયમાં તેઓ ફરી વધુ ઉર્જા અને ઉત્સાહ સાથે લોકસેવામાં સક્રિય થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ જન્મદિવસને સેવા અને માનવતાના સંદેશ સાથે ઉજવવા માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. “આપનું રક્તદાન – કોઈ માટે જીવનદાન” ના સંદેશ સાથે દરેક સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકોને રક્તદાન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.


વિશેષ વાત એ છે કે આ દિવસ International Women’s Day તરીકે પણ ઉજવાતો હોવાથી બહેનોને પણ મોટી સંખ્યામાં આવીને રક્તદાન દ્વારા માનવ સેવા કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમની વિગત:
દીપ પ્રજ્વલન: સવારે 8:00 કલાકે
તારીખ: 08 માર્ચ 2026 (રવિવાર)
સમય: સવારે 8:00 કલાકથી પ્રારંભ
સ્થળ: ઉમા ટાઉનશીપ, મોરબી-2
ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ-બહેનો તેમજ વિવિધ સમાજ, સંસ્થાઓ અને એસોસિએશનના પ્રતિનિધિઓને આ સેવા યજ્ઞમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવા વિનંતી કરવામાં આવી છે. આવો, રક્તદાન કરીને માનવતાની સેવા સાથે આ દિવસને યાદગાર અને અવિસ્મરણીય બનાવીએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!