વડોદરા સાંપ્રત અનાથ દિવ્યાંગ આશ્રમની મુલાકાતે જાપાની મહિલા નર્સ, સેવા અને વ્યવસ્થાથી પ્રભાવિત
Views 25

વડોદરા ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજીની પાવન નિશ્રામાં ચાલતા “સાંપ્રત અનાથ દિવ્યાંગ” બાળકોના આશ્રમની ખાસ મુલાકાતે જાપાનની મહિલા નર્સ પધાર્યા હતા. આશ્રમ પરિવાર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો.


મુલાકાત દરમિયાન મહિલા નર્સે સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સાથે આશ્રમમાં રહેતા અતિ ગંભીર મનોદિવ્યાંગ અને અનાથ બાળકોની સેવા, સંભાળ અને સારવારની વ્યવસ્થા નિહાળી. બાળકોની પરિસ્થિતિ જોઈ તેઓ ભાવુક બન્યા હતા, પરંતુ આશ્રમમાં ઉપલબ્ધ સુવિધાઓ, સ્વચ્છતા અને સંચાલનથી ખૂબ પ્રભાવિત થયા હતા.જાપાની મહિલા નર્સે આશ્રમમાં કેટલાક દિવસ રોકાઈ અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકોની દૈનિક જીવનશૈલી, તેમના સ્વભાવમાં આવતા ફેરફારો, ટેવો-સુટેવો અને સારવાર સંબંધિત પ્રક્રિયાઓ વિશે નજીકથી જાણકારી મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ દરમ્યાન તેમણે સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સાથે બાળકોના જીવન નિર્વાહ, આરોગ્ય સારવાર અને દેખરેખ જેવા વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ પણ કર્યો. આશ્રમમાં રહેતા બાળકો સાથે તેમણે આત્મીયતા સાથે સમય વિતાવ્યો હતો.આ મુલાકાતથી સેવા અને માનવતા આધારિત કાર્ય પ્રત્યે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રસ અને સહાનુભૂતિ વ્યક્ત થતી હોવાનો સકારાત્મક સંદેશ પ્રાપ્ત થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!