પિતાના સ્મરણમાં સેવા: પુત્રોએ રક્તદાન કેમ્પથી માનવતાની અનોખી શ્રદ્ધાંજલિ અર્પી
Views: 115
0 0
Read Time:1 Minute, 53 Second

રિપોર્ટ: નટવરલાલ ભાતિયા

દામનગરના હાલ સુરત નિવાસી સ્વર્ગીય નાગજીભાઈ ગોવિંદભાઈ નારોલાના તાજેતરમાં થયેલા અવસાન બાદ તેમના પરિવારજનોએ સામાજિક પરંપરા સાથે માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉત્તરક્રિયા અને લૌકિક રિવાજ “પાણી ધોળ” પ્રસંગે પરિવારજનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સદગત નાગજીભાઈના પુત્રો પ્રેમજીભાઈ નારોલા અને વિપુલભાઈ નારોલા સહિત પરિવારજનો અને સગાસ્નેહીઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને

માનવતાનો સંદેશ આપ્યો હતો. આ કેમ્પ દરમિયાન 70થી વધુ રક્તબોટલ એકત્ર થઈ, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. સુરતમાં વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલા વિપુલભાઈ નારોલા “જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ” સાથે સંકળાયેલા રહી અનેક સેવાકીય કાર્યોમાં આગેવાની લે છે. પરિવારની આ પહેલમાં ગ્રીન આર્મી ટ્રસ્ટના મોભી મનસુખભાઈ કાસોદરિયાએ પણ 119મી વખત રક્તદાન કરીને માનવસેવાની પ્રેરણાદાયી પરંપરા આગળ વધારી હતી.
આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધો બદલાતા દેખાય છે, ત્યાં નારોલા પરિવારે પિતાના સ્મરણમાં માનવસેવાનું કાર્ય કરી પિતા-પુત્રના પ્રેમ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ સમાજ સમક્ષ મૂકી દીધું છે.


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *