વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રેરણાદાયી મહિલા અધિકારીઓની સફર
Views 218

મોરબી: વિશ્વ મહિલા દિવસના અવસરે સમાજના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ અને તેમની પ્રેરણાદાયી સફર ચર્ચાનો વિષય બની છે. મોરબી જિલ્લામાં પણ બે મહિલા અધિકારીઓ પોતાની મહેનત, પ્રતિબદ્ધતા અને સેવા ભાવનાથી સમાજ માટે પ્રેરણા બની રહ્યા છે.ચેર રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોષી

– મેન્ગ્રુવ સંરક્ષણની જવાબદારી સાસણ ગિર નજીકના આંબલગઢ ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને પ્રકૃતિ વચ્ચે ઉછરેલા સુશ્રી તૃપ્તિ જોષી હાલ મોરબી વન વિભાગ હેઠળ ચેર રેન્જના નવલખી દરિયાઇ વિસ્તારમાં મેન્ગ્રુવ સંરક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2007માં વન વિભાગમાં મહિલાઓની ભરતી શરૂ કર્યા બાદ તેઓ બિટ ગાર્ડ તરીકે જોડાયા હતા. 2008માં પ્રથમ મહિલા ફોરેસ્ટર બેચમાં પણ તેમની પસંદગી થઈ. ત્યારબાદ ખાતાકીય પરીક્ષા પાસ કરીને તેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બન્યા. લગભગ 19 વર્ષની સેવાકાળ દરમિયાન તેમણે જમીન તેમજ દરિયાઈ વિસ્તારમાં વન સંપદાની જાળવણીમાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. તેઓ કહે છે કે, પ્રકૃતિ વચ્ચે ઉછરવાના કારણે વન સંપદાના સંવર્ધન અને જાળવણી માટે સેવા આપવાનું ગૌરવ અનુભવું છું. મહિલાઓ મહેનત અને નિષ્ઠાથી કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રશ્મિ રાજાવાઢા – સંઘર્ષથી સિદ્ધિ સુધીની સફર મોરબી જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રશ્મિ રાજાવાઢાએ ફીજીયોથેરાપિસ્ટથી લઈને નાયબ કલેકટર સુધીની પ્રેરણાદાયી સફર કરી છે. મૂળ ગોંડલ અને હાલ રાજકોટના વતની ડો. રશ્મિ રાજાવાઢાને બાળપણથી જ અભ્યાસમાં રસ હતો અને પરિવાર તરફથી સતત પ્રોત્સાહન મળતું રહ્યું.તેમણે ફીજીયોથેરાપીનો અભ્યાસ કર્યા બાદ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં નોકરી મેળવી હતી. પરંતુ વધુ આગળ વધવાની ઈચ્છાએ તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ દોરી અને મહેનતના બળે તેઓ નાયબ કલેકટર તરીકે પસંદગી પામ્યા. તેઓ કહે છે કે લોકશાહી મજબૂત બનાવવા માટે નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી ખૂબ જરૂરી છે અને આ જવાબદારી નિભાવવાનો તેમને ગર્વ છે.આ બંને મહિલા અધિકારીઓની સફર દર્શાવે છે કે મહેનત, નિષ્ઠા અને સંકલ્પ હોય તો મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન મેળવી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!