વાંકાનેરમાં શ્રી રાજાવડલા વાળા મેલડી માતાજીના પ્રાગટય દિવસ નિમીતે પંચમવિધ કાર્યક્રમો યોજાયા
Views 87

નવચંડી યજ્ઞ , મહા રકતદાન કેમ્પ , મહાઆરતી , મહાપ્રસાદ તથા દેવ ડાયરો સહિત દિવસભર ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમો યોજાયા

વાંકાનેર : તાલુકાના રાજાવડલા ગામના સુપ્રસિદ્ધ મેલડી માતાજી મંદિરે આજે 29 જાન્યુઆરીએ માતાજીના પ્રાગટ્ય દિવસે માતાજીનો નવચંડી યજ્ઞ, મહારક્તદાન કેમ્પ , 1111 દીવડાની મહાઆરતી , મહાપ્રસાદ તેમજ રાત્રે મેલડી માતાજીનો હરખનો ડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

વાંકાનેર સહિત આસપાસના વિસ્તારોના પ્રજાજનોના આસ્થાના કેન્દ્ર બની ચૂકેલા શ્રી રાજાવડલા વાળા મેલડી માતાજીના પ્રાગટ્ય દિવસની તા. 29 જાન્યુઆરીએ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સં.2082 મહા સુદ-11 તા.29 ને ગુરુવારે સવારે 6.15 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો તેમજ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મહા રકતદાન કેમ્પની શરૂઆત કરવામાં આવેલ જેમાં 60 થી વધુ બ્લડની બોટલો એકત્ર થઈ હતી. સાંજે 7 કલાકે મહાઆરતી યોજાઈ હતી જેમાં 1111 દીવડાઓથી આરતી ઉતરાઈ હતી. દિવડાઓને લીધે મંદિર જાણે રોશનીથી ઝગમગી રહ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું આરતી બાદ સાંજે ઉપસ્થિત તમામ ભક્તો દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. તેમજ રાત્રે 9.30 વાગ્યાથી શ્રી રાજાવડલા વાળા મસાણી મેલડી માતાજીનો હરખનો દેવ ડાયરો યોજવામાં આવેલ માંડવામાં સાયલા વાળા રાકેશભાઇ રાવળદેવ ડાકની રમઝટ બોલાવી હતી. આ ધાર્મિક અવસરે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા પ્રદેશ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર , તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, વાંકાનેર ભાજપના વરિષ્ઠ નેતા રતિલાલ અણિયારીયા , તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા , શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ક્રિપાલસિંહ ઝાલા , સુખદેવભાઈ ડાભી સહિતનાઓ ઉપસ્થિત રહી ભવ્ય આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમોમાં દર્શન તથા મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં લોકોએ લ્હાવો લીધો હતો.

ભગીરથ કાર્યમાં તન મન અને ધનથી તનતોડ મહેનત કરનારા શ્રી રાજાવડલા મેલડી માતાજી યુવા ગ્રુપની ભવ્યાતિભવ્ય કાર્યને જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના શૈલેષભાઈ ઠક્કર , તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા તથા તાલુકા ભાજપ મંત્રી પ્રવિણભાઇ પંડ્યા સહિતનાઓએ બિરદાવી હતી અને આવા જ ધર્મકાર્યો કરતા રહો તેવી આશા વ્યક્ત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!