વાંકાનેરમાં શ્રી વાંકાનેર તાલુકા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 46 નવદંપતીઓએ લગ્નજીવનનો શુભારંભ કર્યો સંતો મહંતો મહાનુભાવોએ આશીર્વાદ પાઠવ્યા
Views 56

વાંકાનેરમાં ભરવાડ સમાજનાં ધર્મગુરુ 1008 મહામંડલેશ્વર સંતશ્રી ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લઈ ભરવાડ સમાજના 15 માં સમૂહ લગ્નમાં 46 દીકરીઓએ સંસારમાં પ્રયાણ કર્યું

વાંકાનેર : શ્રી વાંકાનેર તાલુકા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના છેલ્લા 14 વર્ષથી સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને આજે તા. 29 ના રોજ 15મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. લગ્નોત્સવમાં હિન્દુ ધર્મ અનુસાર તમામ વિધિ વિધાન સાથે ગત તા. 23 ના રોજ લગ્ન લખવામાં આવ્યા હતા જ્યારે આજે મિલપ્લોટ ખાતે આવેલા મચ્છુ માતાજી મંદિર પાસે માતાજીના સાનિધ્યમાં વહેલી સવારથી જ એક પછી એક કરીને 46 જાનોનું આગમન થયું હતું

દરેક જાનનું સામૈયું કરી વાજતે ગાજતે મંડપમાં લાવવામાં આવ્યા. ભૂદેવોની ટીમ દ્વારા આયોજનબદ્ધ દરેક મંડપમાં ભૂદેવોની ઉપસ્થિતિમાં સપ્તપદીના સાત ફેરા ફરી અગ્નિદેવની સાક્ષીએ જીવન પર્યંત સુખ દુઃખમાં સાથ નિભાવવાના સપથ લેવામાં આવેલ. આ આયોજનમાં લગ્ન કરનાર દીકરીને દાગીના ફર્નિચર વાસણ તિજોરી કપડા શણગાર સહિત જીવન જરૂરી તમામ પ્રકારની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ.

લગ્નગ્રંથીથી જોડાયેલા દંપતીઓને આશીર્વાદ આપવા થરાથી સમસ્ત ભરવાડ સમાજનાં ધર્મગુરુ 1008 મહામંડલેશ્વર સંતશ્રી ઘનશ્યામપુરી બાપુ ગુરુ શિવપુરી બાપુ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત સંતો મહંતો તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર સાથે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા ખાસ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી. જો કે શૈલેષભાઈ ઠક્કર વર્ષોથી શ્રી વાંકાનેર તાલુકા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમસ્ત ભરવાડ સમાજના લગ્નોત્સવમાં સહભાગી બની ઉપસ્થિત રહે છે અને સમૂહ લગ્ન સમિતિના ભગીરથ આયોજનના સભ્યોને બિરદાવે છે.

આ લગ્નોત્સવમાં 6 કન્યાઓ કંકુ કન્યા હોય જે કંકુ કન્યાના માતા-પિતાનું ભરવાડ સમાજની નાતના પટેલના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પ્રસંગમાં ઉપસ્થિત રહેનાર ધાર્મિક સામાજિક તથા રાજકીય સહિતના અગ્રણીઓ મહાનુભાવોનું ભરવાડ સમાજના અગ્રણીઓ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. લગ્નોત્સવની સાથે સાથે કલાકારો દ્વારા સૂરોની રેલાવલી વહાવવામાં આવેલ ત્યારે યુવાઓ દ્વારા સૂરોના તાલે ઝૂમી મોજ માણી હતી.

કાર્યકમ દરમ્યાન વિવિધ સમિતિઓ દ્વારા તમામ આયોજનને સફળ બનાવવામાં આવેલ સાથે ઉપસ્થિત તમામ લોકો માટે જમવાનું મહાભોજન કાર્યરત કરાયું હતું. કાર્યક્રમને પૂર્ણ થતાં આયોજક સમિતિ દ્વારા ઉપસ્થિત સાધુ સંતો તથા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવતા વર્ષે યોજાનાર 16 માં સમૂહ લગ્ન માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવાનું શરૂઆત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!