તારાપુરના NRI દાતા હસમુખભાઈ પટેલનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માન કરાયું
Views: 54
0 0
Read Time:2 Minute, 16 Second

તારાપુર તાજેતરમાં ગત તા-૩૦/૦૧/૨૦૨૬ શુક્રવારે આણંદ જિલ્લાના સોજીત્રા વિધાનસભાના તારાપુર શહેર ખાતે મંજૂર થયેલ સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ,નગરપાલિકા ભવન તથા સરકારી પુસ્તકાલયના નિર્માણ માટે અંદાજે રૂ.૧૧ કરોડ મૂલ્યની જમીન દાનમાં આપનાર તારાપુરના વતની અને હાલ અમેરિકા નિવાસી NRI દાતા હસમુખભાઈ શિવાભાઈ પટેલનુ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ ના પ્રયાસોથી તારાપુરના અને અમેરિકા રહેતા દાતા હસમુખભાઈ શિવાભાઈ પટેલ દ્વારા ખંભાત રોડ ઉપર આવેલ જમીન સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ,નગરપાલિકા ભવન તથા સરકારી પુસ્તકાલયના નિર્માણ માટે ખંભાત રોડ પર ની કિંમતી જમીન દાનમા આપી હતી. અને દાતાશ્રી દ્વારા તારાપુર ગ્રામપંચાયતનું બાકી સ્ટ્રીટલાઈટ બિલ ભરવા માટે અગાઉ રૂ.૨૦ લાખ તથા બે દિવસ પૂર્વે વધુ રૂ. ૧૧ લાખનું દાન આપવામાં આવ્યું હતું. સાથે જ મદન મોહન લાલજી હવેલીને રૂ. ૨૫ લાખ તથા તારાપુર એપીએમસીને પણ રૂ.૨૫ લાખનું રોકડ દાન આપવામાં આવ્યુ.દાતાશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા અંદાજે રૂ. ૧૧ કરોડ મૂલ્યની કિંમતી જમીન ભૂમિદાન તેમજ કુલ રૂ. ૮૧ લાખ રોકડ દાન આપવામાં આવતા ગત બુધવારના રોજ તારાપુર નગર સહિત તાલુકાના વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન સમારંભ યોજી તેમનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.


રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *