ચોટીલામાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણાની દ્રઢ કાર્યવાહી
Views 164

ગેરકાયદેસર ખનન અને કોલસા પરિવહન સામે કડક પગલાં

છેલ્લા બે દિવસ દરમિયાન ચોટીલા સબ ડિવિઝનમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે નોંધપાત્ર અને પ્રશંસનીય કાર્યવાહી હાથ ધરી છે. દેવપરા ગામની સીમમાંથી રોયલ્ટી વગર તથા ઓવરલોડ માટી ભરેલા કુલ ૪ ટ્રેકટર (ટ્રોલી સાથે) જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત થાનગઢ–વગડીયા રોડ પરથી ગેરકાયદેસર કોલસાનું વહન કરતું એક ડમ્પર પણ પકડી પાડવામાં આવ્યું છે.ડ્રાઇવરના નિવેદન અનુસાર કોલસો થાનગઢ તાલુકાના ચોરવીરા ગામ પાસેની પતરાવાળી હોટલ પાછળથી ભરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.જપ્ત કરાયેલ મુદ્દામાલ:
૪ ટ્રેકટર (માટી ભરેલી ટ્રોલી સાથે)


૧ ડમ્પર આ કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે રૂ. ૫૨,૦૦,૦૦૦ (બાવન લાખ રૂપિયા)નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે.આ દ્રઢ અને નિર્ભય કામગીરીથી સ્પષ્ટ થાય છે કે ફરજ નિષ્ઠ અને ઈમાનદાર અધિકારીઓની ઇચ્છાશક્તિ હોય તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. આવી કામગીરી માત્ર કાયદાનો અમલ જ નહીં, પરંતુ ભ્રષ્ટાચાર મુક્ત અને સુવ્યવસ્થિત રાજ્યની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થાય છે.સરકાર દ્વારા આવા અધિકારીઓની નોંધ લઈ તેમની કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવે અને અન્ય શહેરો તથા જિલ્લાઓમાં પણ આવી જ દૃઢ કામગીરીનો ઉત્સવ બને — તે જ સચ્ચા રાષ્ટ્રચિંતન અને લોકચિંતનની દિશામાં એક સકારાત્મક પ્રયાસ ગણાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!