વાંકાનેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Views 213

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પોતાના મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત સક્રિય રહ્યા છે. તેઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્ચરભાઈ પટેલ સાથે મુલાકાત કરી વિસ્તારના મહત્વના પ્રશ્નોને વેગ આપ્યો હતો.
ધારાસભ્ય બન્યા ત્યારથી જ જીતુભાઈ સોમાણી 67-વિધાનસભા મતવિસ્તારમાં રોડ-રસ્તા, પાણી પુરવઠા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને ‘સૌની યોજના’ અંતર્ગત વહીવટી મંજૂરી મળ્યા બાદ તાંત્રિક પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય અને ટેન્ડર પ્રક્રિયા ત્વરિત હાથ ધરાય તે માટે તેમણે મંત્રીશ્રીને પત્ર આપી રજૂઆત કરી હતી.સત્રની રિસેસ દરમિયાન પણ સમય કાઢી મતવિસ્તારના હિત માટે કરવામાં આવેલી આ રજૂઆત દર્શાવે છે કે તેઓ પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અને પ્રતિબદ્ધ છે.


વાંકાનેર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ મજબૂત બને અને જનતા સુધી પાણી જેવી જીવનાવશ્યક સેવા સરળતાથી પહોંચે તે માટે ધારાસભ્યના આ પ્રયાસો વિકાસને વધુ ગતિ આપશે તેવી જનતા આશા વ્યક્ત કરી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!