વચગાળાની રજા પરથી ફરાર કૈદી કલોલથી ઝડપાયો: મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની સતર્ક કામગીરી
Views: 173
0 0
Read Time:1 Minute, 51 Second

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૨ અને ૨૦૧ હેઠળ નોંધાયેલા ગુનામાં સજા ભોગવી રહેલા રાજકોટ જિલ્લા જેલના પાકા કામના કૈદી નંબર ૪૮૨૩૯ શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઇ ચાવડા (રહે. રાજપરા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) તા. ૧૭/૧૨/૨૦૨૫ના રોજ ૧૦ દિવસની વચગાળાની રજા પર મુક્ત થયો હતો.તેને તા. ૨૮/૧૨/૨૦૨૫ના રોજ રાજકોટ જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયા છતાં હાજર ન થતા તે ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ચોક્કસ ખાનગી બાતમી અને વ્યુમન સોર્શીસના આધારે સતત દેખરેખ અને ટેકનિકલ ટ્રેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમ્યાન કલોલ તળાવ રોડ પર એમ.કે. મોબાઇલ નજીક, તા. કલોલ, જી. ગાંધીનગરથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો. ટીમે ઝડપી કાર્યવાહી કરીને તેને ડિટેઇન કરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવાની તજવીજ કરી છે.
આ સમગ્ર કામગીરી પોલીસ તંત્રની સતર્કતા, જવાબદારી અને કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. ફરાર કૈદીની ઝડપથી ધરપકડ કરીને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે, જે બદલ ટીમ અભિનંદનને પાત્ર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *