મેરા યુવા ભારત (ભારત સરકાર) દ્વારા ‘મારો મતદાન અધિકાર’ વિષયક રેલી અને કલા રજૂઆત યોજાઈ
Views: 59
0 0
Read Time:2 Minute, 33 Second

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત યોજના હેઠળ વી.વી.કે.એમ. સાયન્સ સ્કૂલ ખાતે ‘મારો મતદાન અધિકાર’ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન મેરા યુવા ભારત (ભારત સરકાર) ના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભાતર, માય ભારતના રાજુભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૧૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈ મતદાન જાગૃતિ રેલી તેમજ વિધાર્થીઓ દ્વારા vote ની કૃતિ યોજાઈ હતી. ૧૮ પ્લસ મતદાન અધિકાર અને “માય વોટ – મારો મત અધિકાર” વિષય પર અસરકારક કલા રજૂઆત કરવામાં આવી હતી.


કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો તથા લોકશાહીમાં મતના મહત્વને સમજાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક રજૂઆત અને ઉત્સાહભર્યા સંદેશાઓ દ્વારા મતદાનના અધિકારનું મહત્વ સ્પષ્ટ રીતે રજૂ કર્યું હતું, જેને ઉપસ્થિતોએ ખૂબ સરાહના કરી હતી..
આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ નિરાલી મેડમ, નિશા મેડમ, તેમજ દેવ સોલંકી અને યશ રાઠોડ દ્વારા કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે મેરા યુવા ભારતના સ્વરૂપ દેશ ભરથાર માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સાથે જ મેરા યુવા ભારતના રાજુભાઈ રાઠોડ તથા સ્કૂલના ટ્રસ્ટીઓનો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા યુવાનોમાં લોકશાહી મૂલ્યો પ્રત્યે સમજ વધે છે અને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા મળે છે, એવું કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સારી એવી જ રહેમત રાજેશભાઇ રાઠોડ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય રાજકોટ માય ભારત કેન્દ્ર રાજકોટ એ ઉઠાવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *