મોરબી વિકાસનો ઉજાસ: શોભેશ્વર રોડથી રાજપર રોડ સુધી રૂ.75 કરોડની સ્ટ્રીટ લાઇટ યોજના પ્રગતિ હેઠળ
Views 224

ઉદ્યોગ નગરી તરીકે ઓળખાતું મોરબી શહેર હવે મૂળભૂત સુવિધાઓમાં પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ વિથ પોલ તથા મેન્ટેનન્સ માટે અંદાજિત રૂ.75 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી પ્રગતિ હેઠળ રાખવામાં આવી છે.મહાનગરપાલિકાની હદમાં આવતાં શોભેશ્વર રોડ, નાની વાવડીથી નંદીગઢ સુધી તથા રાજપર રોડ સહિતના વિસ્તારોમાં વર્ષોથી ચાલતી આવતી સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો હવે ઉકેલ આવશે. શોભેશ્વર રોડ પર અંદાજિત 46 જેટલી જાહેર માર્ગ લાઇટ કાર્યરત કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને નોંધપાત્ર રાહત મળી છે.નાની વાવડીથી નંદીગઢ સુધી સ્ટ્રીટ લાઇટ વિથ પોલ નાખવાની કામગીરી હાથ ધરાઈ છે, જ્યારે રાજપર રોડથી મહાનગરપાલિકાની હદ સુધીના વિસ્તારમાં પણ કામગીરી જોરશોરથી ચાલી રહી છે.

આગામી સમયમાં આ કામગીરી પૂર્ણ થતાં રાજપર રોડ સહિતના વિસ્તારોમાં પ્રકાશ વ્યવસ્થા સુદ્રઢ બનશે અને લોકોની વર્ષો જૂની મુશ્કેલીનો અંત આવશે.
સ્ટ્રીટ લાઇટ સુવિધા મજબૂત બનતા રાત્રિના સમયે સુરક્ષા વધશે, વાહન વ્યવહાર વધુ સુગમ બનશે અને વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થશે. મોરબી મહાનગરપાલિકા શહેરના જૂના તથા નવા તમામ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોને પ્રાથમિકતા આપી રહી છે.ઉદ્યોગ નગરી મોરબી જિલ્લો બન્યા પછી જિલ્લા સમકક્ષ સુવિધાઓ મળે એ જ સાચો પ્રજાલક્ષી પ્રકાશ કહેવાય — અને આ સ્ટ્રીટ લાઇટ યોજના તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!