વાંકાનેરનો ગર્વ: મનજીત કુમખાણીયાની ઝળહળતી સિદ્ધિઓથી જિલ્લો ગુંજ્યો!
Views 208

વાંકાનેરની ધરતી ફરી એકવાર ગર્વથી ઝૂમી ઉઠી છે. મોરબી જિલ્લા ટીમમાંથી છેલ્લા પાંચ વર્ષથી સતત પસંદગી મેળવનાર વાંકાનેરના એકમાત્ર ખેલાડી મનજીત કુમખાણીયાએ પોતાના શાનદાર પ્રદર્શનથી શહેરનું નામ રોશન કર્યું છે.હાલ સુરેન્દ્રનગર ખાતે ચાલી રહેલી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ‘જય હિન્દ ટ્રોફી’માં મનજીતે મોરબી ટીમ તરફથી કુલ ૨ મેચ રમતાં ૧૧ વિકેટ ઝૂંટવી શાનદાર બોલિંગનો પરિચય આપ્યો છે. મહત્વપૂર્ણ સમયે લીધેલી તેમની વિકેટોએ ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.ગયા વર્ષે પણ મનજીતે સિનિયર અને અંડર-૨૩ મોરબી ટીમમાં સ્થાન મેળવી ૮ મેચમાં ૨૯ વિકેટ લઈને સતત પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેમની મહેનત, શિસ્ત અને રમતમાં લગન યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.


વાંકાનેર જેવા શહેરમાંથી રાજ્ય સ્તરે સતત પાંચ વર્ષ સુધી પસંદગી મેળવવી એ પોતે જ મોટી સિદ્ધિ છે. મનજીત કુમખાણીયા જેવા યુવા ખેલાડી બતાવે છે કે સંકલ્પ, શ્રમ અને આત્મવિશ્વાસ હોય તો નાના શહેરમાંથી પણ મોટા સપના સાકાર થઈ શકે.વાંકાનેર અને મોરબી જિલ્લાને આવા જ હીરા ખેલાડીઓ પર ગર્વ છે. મનજીતને અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ – આવી જ સફળતા સાથે તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ તેજસ્વી પ્રદર્શન કરે તેવી સૌની આશા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!