મોરબી જિલ્લા માં નારી શક્તિનો ઉલ્લાસ: મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Views 148

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા “નારી શક્તિ કાર્યક્રમ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસ ગુજરાત પ્રદેશ સમિતિના મહામંત્રીશ્રી કલ્પનાબેન જોષી તથા શોભનાબેન ભાવસાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મોરબી જિલ્લા મહિલા પ્રમુખ દમયંતીબેન નિરંજની, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કિશોરભાઈ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પુષ્પરાજસિંહ જાડેજા તથા યુવા કોંગ્રેસના પ્રમુખશ્રી વશીમભાઈ મંસુરી સહિતના આગેવાનો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના મહિલા પાંખના જિલ્લા ઉપપ્રમુખશ્રી વર્ષાબેન લીંબડ, હરપ્રીતકૌર ઓલક તેમજ અન્ય નવ મહિલા આગેવાનો એ કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા હતા.


મહિલા આગેવાનોના કોંગ્રેસમાં જોડાવાને લઈને ઉપસ્થિત નેતાઓએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે મહિલાઓની વધતી ભાગીદારી રાજકીય ક્ષેત્રને વધુ સશક્ત અને જનકેન્દ્રિત બનાવશે. નારી શક્તિ કાર્યક્રમ દ્વારા મહિલાઓને સંગઠનાત્મક રીતે મજબૂત બનાવી સમાજ વિકાસમાં તેમની સક્રિય ભૂમિકા સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!