GTU સંલગ્ન તક્ષશિલા કોલેજનો ગૌરવ: પહેલા વર્ષે જ રાજ્યમાં ત્રીજો ક્રમ
Views 253

હળવદ સ્થિત તક્ષશિલા કોલેજ, હળવદએ શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા જાહેર કરાયેલા BCA પ્રથમ સેમેસ્ટરના પરિણામમાં કોલેજે સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે.વિશેષ ગૌરવની વાત એ છે કે કોલેજની વિદ્યાર્થીની દવે મિરલ અજયભાઈએ 9.55 SPI સાથે સમગ્ર રાજ્યમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. સાથે જ 11 વિદ્યાર્થીઓએ 8.00થી વધુ SPI મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે.કોલેજના એમડી ડો. મહેશ પટેલ તેમજ સંચાલકશ્રી અલ્પેશ સિણોજિયા અને રમેશ કૈલાએ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને અભિનંદન પાઠવી તેમની મહેનતને બિરદાવી હતી. પ્રોફેસરો જાનકીબેન પંચાલ, રંગપરા અમિષા, દિલીપભાઈ વાઘેલા, પ્રજાપતિ કૃણાલ, દેકાવડિયા કૃણાલ, ઉર્વીબેન મુલિયા અને ઝલકબેન શાહના માર્ગદર્શનને આ સફળતાનું મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટ સંજય નંદેસાણીયા હળવદ

વિદ્યાર્થી ચિંતક આધુનિક યુગમાં શિક્ષણનો નવો દિશાસૂચક
આજનો યુગ ટેક્નોલોજીનો યુગ છે. માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ્ઞાન હવે પૂરતું નથી. ડિજિટલ લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોગ્રામિંગ અને નવીન સંશોધન ક્ષેત્રે આગળ વધવું આજના વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય બની ગયું છે.
વિદ્યાર્થીઓએ માત્ર ગુણ મેળવવાના હેતુથી નહીં પરંતુ કુશળતા (Skills) વિકસાવવાના હેતુથી અભ્યાસ કરવો જોઈએ. નિયમિતતા, સમયનું સંચાલન અને પ્રેક્ટિકલ જ્ઞાન તેમની સફળતાની ચાવી છે. શિક્ષકોનો માર્ગદર્શન અને માતા-પિતાનો વિશ્વાસ વિદ્યાર્થીને નવી ઊંચાઈએ પહોંચાડે છે.
તક્ષશિલા કોલેજની આ સિદ્ધિ દરેક વિદ્યાર્થી માટે પ્રેરણાસ્ત્રોત છે કે જો મહેનત, લગન અને યોગ્ય દિશા મળે તો પ્રથમ વર્ષમાં જ શ્રેષ્ઠતા હાંસલ કરી શકાય છે.
ચાલો, આપણે સૌ મળીને શિક્ષણને માત્ર ડિગ્રી સુધી સીમિત ન રાખીએ, પરંતુ જીવન ઘડતરનું સશક્ત સાધન બનાવીએ.


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!