હળવદમાં પીવાના પાણીનો પ્રશ્ન: નગરપાલિકાનો આરો પ્લાન્ટ એક મહિના થી બંધ!!!
Views: 83
0 0
Read Time:2 Minute, 13 Second

રિપોર્ટર: સંજય નંદેસરિયા, હળવદ
હળવદ શહેરની સરા ચોકડી નજીક નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલું પીવાના પાણીનું આરો પ્લાન્ટ મશીન છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં છે. ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમી વધી રહી છે, ત્યારે શહેરના સૌથી વ્યસ્ત જાહેર ચોક ખાતે પીવા લાયક પાણીની સુવિધા ન હોવાને કારણે સ્થાનિક લોકો અને મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સરા ચોકડી વિસ્તારમાં રોજબરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. ગામડાંથી આવતા લોકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરો અહીં ઉભા રહેતા હોય છે, પરંતુ પીવાનું શુદ્ધ પાણી ન મળતાં લોકોમાં રોષ ફેલાયો છે. મતદારો મતદાન કરી મૂળભૂત સુવિધાની આશા રાખે છે, પરંતુ હાલ પરિસ્થિતિમાં પાણીનો પરબ માત્ર શોભાના ગાઠિયા સમાન બની ગયો છે.સ્થાનિક નાગરિકોનો પ્રશ્ન છે કે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આરો પ્લાન્ટ જો સમયસર જાળવણી ન થાય તો તે ખર્ચનો અર્થ શું? પાણી જેવી જીવનજરૂરી સુવિધામાં બેદરકારી કેમ?
ઉનાળો હજુ શરૂઆતમાં જ છે, આગળના મહિનાઓમાં ગરમી વધુ તીવ્ર બનશે. ત્યારે તંત્ર તાત્કાલિક જાગૃત થઈ આરો પ્લાન્ટનું રીપેરિંગ કરી પીવાના શુદ્ધ પાણીની નિયમિત વ્યવસ્થા કરે તેવી લોકમાગ ઉઠી છે.
પીવાનું પાણી માત્ર સુવિધા નથી, જીવનનો આધાર છે. જાહેર સ્થળોએ શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવું એ તંત્રની પ્રથમ ફરજ છે. હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર ક્યારે જાગે છે અને લોકહિતમાં ઝડપથી કાર્યવાહી કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *