મોરબી મહિલા પોલીસનો સંવેદનશીલ અભિગમ: પરિણીતાની ફરીયાદ પર તાત્કાલિક કાર્યવાહી
Views 48

મોરબી જિલ્લામાં મહિલાઓની સુરક્ષા અને ન્યાય માટે સક્રિય કામગીરીનું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે. હાલ ટંકારા તાલુકાના હમીરપર ગામે પીતાના ઘરે માવતરે રહેતી અને મોરબીના ખેવારીયા ગામે સાસરે હોય તેવી પરિણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરીયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ હમીરપર ગામે રહેતી અને સરકારી નોકરી કરતી જ્યોતીબેન દિવ્યેશભાઈ ઉભડીયા (ઉ.વ.૩૧) એ પોતાના પતિ દિવ્યેશભાઈ નિલેશભાઈ ઉભડીયા, સાસુ સરોજબેન નિલેશભાઈ ઉભડીયા, જેઠ જયદીપભાઈ નિલેશભાઈ ઉભડીયા અને જેઠાણી પિન્ટુબેન જયદીપભાઈ ઉભડીયા (રહે. ખેવારીયા ગામ, તા.જી. મોરબી) વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરીયાદ નોંધાવી છે.ફરીયાદ અનુસાર લગ્નજીવન દરમિયાન નાની-મોટી બાબતો, ઘરકામ તેમજ કરિયાવર મુદ્દે અવારનવાર હેરાનગતિ, મેણાટોણા અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મામલે પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહિલા સુરક્ષા માટે પોલીસ તંત્રની સતર્કતા અને સંવેદનશીલતા સમાજમાં વિશ્વાસ મજબૂત કરે છે. કોઈપણ પ્રકારના અન્યાય સામે અવાજ ઉઠાવવો અને કાયદાનો સહારો લેવો એ સકારાત્મક સંદેશ આપે છે કે કાયદો દરેક નાગરિક સાથે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!