નાગેશ્વર મંદિરના 538મા સ્થાપના દિવસની હળવદ નગરપાલિકા દ્વારા ભવ્ય ઉજવણી
Views 40

હળવદ ખાતે ઐતિહાસિક અને આઝાદી પૂર્વે સ્થાપિત નાગેશ્વર મંદિરના 538મા સ્થાપના દિવસની ઉજવણી પવિત્ર મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય રીતે યોજાઈ હતી. હળવદ નગરપાલિકાના આયોજન હેઠળ યોજાયેલા આ મહોત્સવે શહેરમાં ભક્તિ અને ઉત્સાહનું અનોખું માહોલ સર્જ્યો હતો.
કાર્યક્રમમાં 64 વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, નગરપાલિકા ભાજપ પ્રમુખ તથા શહેર વિસ્તારની ભાજપ ટીમ ઉપસ્થિત રહી હતી. ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ-ઉપપ્રમુખ અને તેમની ટીમ તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને તેમની ટીમે પણ હાજરી આપી, જે હળવદની રાજકીય અને સામાજિક એકતાનું સુંદર દૃશ્ય રજૂ કરતું હતું.સરકારી તંત્ર તરફથી હળવદ મામલતદાર સાહેબ, નગરપાલિકા ચીફ ઓફિસર, હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ. સાહેબ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. છોટા કાશી તરીકે ઓળખાતા હળવદ શહેરમાં હોસ્પિટલના કર્મચારીઓ, સેવાભાવી સંસ્થાના ભાઈઓ-બહેનો તેમજ ધાર્મિક સંતો અને મહંતોએ પણ પધારી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.
મહાશિવરાત્રીની પવિત્ર રાત્રે આયોજિત લોકડાયરો અને ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને વડીલોએ હાજરી આપી અને ભક્તિરસનો આનંદ માણ્યો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો.
હળવદ નગરપાલિકાના આ આયોજનથી શહેરમાં આધ્યાત્મિકતા સાથે સામાજિક એકતા અને સહકારનો સંદેશ પ્રસરી ગયો હતો.


રિપોર્ટર: સંજય નંદેસરીયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!