વેલેન્ટાઈન ડે પર વિકાસને અર્પણ – પરાપીપળીયા ખાતે 43.97 કરોડના ROBનું ખાતમુહૂર્ત
Views 71

14 ફેબ્રુઆરી એટલે પ્રેમ અને સમર્પણનો દિવસ – વેલેન્ટાઈન ડે. આ વિશેષ દિવસે વિકાસને અર્પિત એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના પરાપીપળીયા ગામે રાજકોટ-જામનગર હાઈવે પર LC-130 નજીક પરાપીપળીયા–ખંઢેરી વચ્ચે રૂપિયા 43.97 કરોડના ખર્ચે ROB (રેલવે ઓવર બ્રિજ) ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત યોજાયું હતું.આ પ્રસંગે મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીના વરદહસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કેયુરભાઈ ઢોલરીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ભરતભાઈ ડાભી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી રાજાભાઈ ચાવડા, તાલુકા પંચાયત સભ્ય શ્રી વિક્રમભાઈ હુંબલ, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી વીપુલભાઈ બસીયા, ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ ગોહેલ, મંત્રી શ્રી જીગ્નેશભાઈ ગોહેલ સહિત અગ્રણીઓ, સરપંચશ્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ROBના નિર્માણથી વિસ્તારના લોકોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે અને માર્ગ સલામતીમાં નોંધપાત્ર વધારો થશે. વેલેન્ટાઈન ડેના દિવસે વિકાસના આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થવું, પ્રજાપ્રેમ અને પ્રગતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની રહ્યું છે.વિકાસના માર્ગે આગળ વધતું મતવિસ્તાર – એ જ સાચો “પ્રેમનો ઉત્સવ” છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!