મોરબી સબજેલમાં તંત્રની સતર્ક કામગીરી: ઝડતી દરમિયાન બે મોબાઇલ ઝડપી, તપાસ શરૂ!!!
Views: 74
0 0
Read Time:1 Minute, 56 Second

મોરબી સ્થિત મોરબી સબ જેલ ખાતે તા. 13 ફેબ્રુઆરીના રોજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી નિયમિત ઝડતી દરમિયાન બે મોબાઇલ ફોન મળી આવતા ચકચાર મચી હતી. જોકે જેલ તંત્રની સમયસર અને સચોટ કામગીરીને કારણે પ્રતિબંધિત સામગ્રી ઝડપાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, સ્કવોર્ડ જેલર અને સ્ટાફ દ્વારા સર્કલ નંબર 2 ના બેરેક નંબર 3 અને 4 વચ્ચે આવેલા જનરલ સંડાસ બાથરૂમ તથા બેરેક નંબર 4 થી 6 ના બાથરૂમના પાણી જવાના બોકારામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કાળા કલરના ઝબલામાં છુપાવી રાખેલા બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
આમાંથી એક મોબાઇલ HMD કંપનીનો અને બીજો HE કંપનીનો હોવાનું જાણવા મળ્યું છે. બંને મોબાઇલ સીમ કાર્ડ વગરના હતા અને અંદાજિત કિંમત રૂ. 200 જેટલી હોવાનું જણાવાયું છે.


આ અંગે જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા (ઉં.વ. 54) દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અજાણ્યા કેદી અથવા અન્ય સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45(12) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જેલ તંત્રની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે પ્રતિબંધિત સામગ્રી સમયસર પકડાઈ જતા સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ આ કાર્યવાહી પ્રશંસનીય ગણાઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *