પીપળીયા ચાર રસ્તા–નવલખી માર્ગ પર જોખમ: નાના દહીસરા પાટીયા પાસે અડધો રોડ માટીથી ઢંકાયો!!!
Views 656

“‘વાહનચાલકોમાં ચિંતા – અકસ્માત થાય તો જવાબદાર કોણ?”‘

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઇચા માળીયા (મી)

માળીયા મીયાણા તાલુકાના પીપળીયા ચાર રસ્તા થી નવલખી જતા મુખ્ય માર્ગ પર નાના દહીસરા પાટીયા નજીક વચ્ચે રસ્તામાં માટી ભરાઈ જતાં અડધો રોડ ઢંકાઈ ગયો છે. છેલ્લા સાત દિવસથી આ સ્થિતિ યથાવત હોવાને કારણે રોજિંદા અવરજવર કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને રાત્રિના સમયે અને ભારે વાહનો પસાર થાય ત્યારે અકસ્માતની ભીતિ વધુ વકરી રહી છે. સ્થાનિકો અને વાહનચાલકોનો સવાલ છે કે જો કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે?
આ વિસ્તાર વાહનોની અવરજવર માટે મહત્વનો માર્ગ ગણાય છે. છતાં રોડ સેફટી અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા નથી તેવી લોકોમાં ચર્ચા છે. ચોમાસા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગ સુરક્ષા અને જર્જરિત રસ્તાઓને પ્રાથમિકતા આપવા આપેલા આદેશનું પાલન ગ્રામ્ય વિસ્તારોમાં પણ થાય તેવી માળીયા મીયાણા તાલુકાની મતદાર પ્રજા આશા વ્યક્ત કરી રહી છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે જિલ્લા કક્ષાના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક માટી દૂર કરાવી પાકો માર્ગ સુનિશ્ચિત કરે, જેથી કોઈ નિર્દોષ વાહનચાલક અકસ્માતનો ભોગ ન બને.
પ્રજાહિતમાં વાહનચાલકો અને ચિંતક નાગરિકોએ તંત્રને એલર્ટ રહેવા અને વહેલી તકે કામગીરી કરવા અપીલ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!