દેવદૂત સમાન 108 ટીમે 700 ગ્રામની નવજાત બાળકીનો જીવ બચાવ્યો
Views 87

“‘વાંકાનેરમાં માનવતાનો મર્મસ્પર્શી દાખલો”‘

વાંકાનેર | તા. 14/02/2026:
વાંકાનેર પંથકમાં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર સંજીવની બની સાબિત થઈ છે. માત્ર 700 ગ્રામ વજન ધરાવતી અને જન્મ બાદ ગંભીર હાલતમાં આવેલી નવજાત બાળકીનું જીવન બચાવી 108ની ટીમે માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનો ઉત્કૃષ્ટ દાખલો પૂરું પાડ્યો છે.વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સુરેખાબેન અરવિંદભાઈએ એક બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ સમયે બાળકીનું વજન અતિ ઓછું (Extreme Low Birth Weight) હતું અને તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. સ્થિતિ ગંભીર જણાતા ડૉ. ડી.ડી. કાનાણી દ્વારા રાત્રે 10:30 વાગ્યે તાત્કાલિક 108 સેવા સંપર્ક કરવામાં આવી.કોલ મળતાં જ 108 એમ્બ્યુલન્સના EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ લાલજીભાઈ પ્રલિયા મિનિટોમાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. બાળકીને તરત જ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી ERCP ડૉ. પંકજના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ સતત ઓક્સિજન સપોર્ટ અને જરૂરી સારવાર આપવામાં આવી.
બાળકી માટે દરેક ક્ષણ અમૂલ્ય હતી ત્યારે પાયલોટ દ્વારા ટ્રાફિક વચ્ચે પણ કુશળતાપૂર્વક એમ્બ્યુલન્સ હંકારતા ટૂંકા સમયમાં મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી. સમયસર સારવાર મળતાં બાળકીના શ્વાસ અને ધબકારા સ્થિર થઈ શક્યા અને તેને નવજીવન મળ્યું.પરિવારજનોએ ભાવુક બની 108 ટીમ અને તબીબી સ્ટાફનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. વાંકાનેર 108 ટીમની આ સેવાકીય કામગીરી સમગ્ર પંથક માટે ગૌરવની ક્ષણ બની છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!