વાંકાનેર નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરને કોંગ્રેસ આગેવાનોની શુભેચ્છા મુલાકાત
Views 94

વાંકાનેર નગરપાલિકામાં નવા નિમાયેલા ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયાની શહેર કોંગ્રેસ આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલીયા, નગરપાલિકાના વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકા સદસ્ય જાગૃતિબેન ચૌહાણ તેમજ નગરપાલિકા સદસ્યો એકતાબેન ઝાલા, કુલસુમબેન તરીયા અને અશરફભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલી મુલાકાત દરમિયાન વાંકાનેર શહેરના પડતર પ્રશ્નો, નાગરિક સુવિધાઓ અને વિકાસકાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ શહેરના વિકાસને ગતિ મળે અને લોકોના પ્રશ્નોનો સમયસર ઉકેલ આવે તે માટે તંત્ર સાથે સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.નવી નિમણૂક બદલ ચીફ ઓફિસરને શુભેચ્છા પાઠવી, શહેરના સર્વાંગી વિકાસ માટે સંકલિત પ્રયાસો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!