વાંકાનેર ૧૦૮ની જીવનદાયી સેવા: ઈલેક્ટ્રિક શૉક લાગેલા ૮ માસના બાળકને મળ્યું નવું જીવન
Views 97

“‘EMT ટીમની સતર્કતા, ઝડપી નિર્ણય અને ઓક્સિજન સપોર્ટથી બાળકને સમયસર મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં સફળતા”‘

વાંકાનેર,તા.14/02/2026વાંકાનેર પંથકમાં ૧૦૮ ઇમરજન્સી સેવા ફરી એકવાર સાચા અર્થમાં જીવનદાતા બની સાબિત થઈ છે. ઈલેક્ટ્રિક શૉક લાગવાને કારણે ગંભીર હાલતમાં મુકાયેલા માત્ર ૮ માસના માસુમ બાળકને EMT ટીમની સમયસૂચકતા અને કુશળ કામગીરીથી નવું જીવન મળ્યું છે.આજે સવારે અંદાજે ૭:૫૧ વાગ્યે વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી ૧૦૮ને તાત્કાલિક કોલ મળ્યો હતો. સાહીલ અર્જુનભાઈ ભુરીયા નામના બાળકને ઈલેક્ટ્રિક શૉક લાગતા શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ રહી હતી અને તેની હાલત નાજુક હતી. વધુ સારવાર માટે તરત જ મોરબી રિફર કરવો જરૂરી બન્યો હતો.કોલ મળતાની સાથે EMT પ્રવીણભાઈ મેર, EMT કિસનભાઈ માલકિયા અને પાયલોટ લાલજીભાઈ પ્રલિયાની ટીમ ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ પહોંચી ગઈ. ટીમે તરત જ બાળકને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરીને ERCP ફિઝિશિયનના માર્ગદર્શન હેઠળ ઓક્સિજન સપોર્ટ આપીને પ્રાથમિક સારવાર શરૂ કરી.
પાયલોટ લાલજીભાઈએ ટ્રાફિક વચ્ચે પણ કુશળતાપૂર્વક એમ્બ્યુલન્સ ચલાવી ખૂબ જ ટૂંકા સમયમાં બાળકને મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો. આ દરમિયાન EMT ટીમ બાળકના ઓક્સિજન લેવલ અને વાઈટલ્સ પર સતત નજર રાખી રહી હતી.સમયસર સારવાર મળતા બાળકનો જીવ બચી ગયો, જેના કારણે નિરાશામાં ડૂબેલા પરિવારજનોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી. પરિવારજનોએ ૧૦૮ ટીમ અને ડોક્ટરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.આ બનાવે ફરી સાબિત કર્યું છે કે સરકારની ૧૦૮ ઇમરજન્સી સેવા માત્ર એક સેવા નહીં, પરંતુ લોકો માટે આશા અને જીવનનો આધાર બની છે. EMT ટીમની મહેનત, સમર્પણ અને માનવતાભરી કામગીરી સમગ્ર પંથક માટે પ્રેરણારૂપ બની છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!