પશુ પાલક અને ખેડૂત હિત માટે તંત્ર એલર્ટ: દીપડાની ચળવળ સામે આયોજનબદ્ધ કામગીરી શરૂ
Views 240

રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં છેલ્લા 15 થી 20 દિવસથી દીપડાની અવરજવર ફરી શરૂ થતાં માલધારી સમાજ અને ખેડૂત વર્ગમાં ચિંતા ફેલાઈ છે. એક મહિના અગાઉ હકાભાઈ ભરવાડની વાડીમાં દૂધાળ ગાયનું મારણ થયાની ઘટના સામે આવી હતી. આ અંગે તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.તે ઉપરાંત રાજકોટ ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ ની દિવાલ પાસે પણ દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી, જેના કારણે આસપાસના ગામોમાં સતર્કતા વધારાઈ હતી.તાજેતરમાં હીરાસર એરપોર્ટની બાજુમાં આવેલી વિપુલભાઈ દેવજીભાઈની વાડી વિસ્તારમાં દીપડાએ ગાય પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલી ગાયનું રાત્રે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે.તંત્ર દ્વારા સક્રિય પગલાં પ્રભાવિત વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું સંવેદનશીલ વિસ્તારોમાં પિંજરા મુકવાની તૈયારી


માલધારીઓ અને ખેડૂતોને રાત્રે સતર્ક રહેવા સૂચના વન્યજીવ સુરક્ષા અને માનવ સુરક્ષા બંને વચ્ચે સંતુલન રાખવા આયોજન ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દીપડાને સુરક્ષિત રીતે પકડવા અને તેને જંગલ વિસ્તારમાં ખસેડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ગામજનોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.બામણબોર ગામના માલધારી સમાજ અને ખેડૂતોએ પણ તંત્ર સાથે સહકાર આપવાની તૈયારી દર્શાવી છે. પશુ પાલક અને ખેડૂત હિતને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડમાં છે અને સંકલિત આયોજન સાથે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.તસ્વીર અહેવાલ: બાબુભાઈ ડાભી, બામણબોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!