ગુલશને મોહંમદી ટ્રસ્ટ સંચાલિત પીર હાજી અલીશા બુખારી હાઈસ્કૂલ: ૩૦ વર્ષની ગૌરવયાત્રા
Views 385

સામખીયારીની પવિત્ર ધરા પર શિક્ષણની શમા પ્રગટાવનાર ગુલશને મોહંમદી ટ્રસ્ટ સંચાલિત પીર હાજી અલીશા બુખારી હાઈસ્કૂલ આજે સફળતાના ૩૦ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર માત્ર એક સંસ્થા માટે નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજ માટે ગૌરવ અને આનંદનો પળ છે.આ શાળાએ ત્રણ દાયકામાં હજારો વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ ઇસ્લામી સંસ્કાર, શિસ્ત, એકતા અને માનવતા જેવા મૂલ્યોનું સંસ્કાર આપ્યું છે. દીન અને દુનિયા બન્ને ક્ષેત્રે પ્રગતિ કરે તેવા યુવાનોનું ઘડતર આ સંસ્થાએ કર્યું છે.આ પવિત્ર પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન તથા જૂના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સ્નેહમિલન માટે ભવ્ય “સ્નેહમિલન અને સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ વિગતો:
મુખ્ય વક્તા: ગુલામખાન જુણેજા
(ડાયરેક્ટર – મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશન, અમદાવાદ)
તારીખ: ૧૫/૦૨/૨૦૨૬
સમય: સવારે ૦૯:૩૦ કલાકે
સ્થળ: સ્કૂલ કમ્પાઉન્ડ, સામખીયારી
આ કાર્યક્રમ માત્ર ઈનામ વિતરણ પૂરતો નથી, પરંતુ એક ધાર્મિક અને સામાજિક મિલન સમારોહ છે, જ્યાં દુઆ, પ્રાર્થના અને ભાઈચારાની ભાવનાથી સમગ્ર વાતાવરણ મહેકી ઉઠશે.
સમાજના આગેવાનો, વાલીઓ, પૂર્વ વિદ્યાર્થી મિત્રો અને તમામ શુભચિંતકોને આ રૂડા અવસરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને દુઆ આપવા ભાવભર્યું આમંત્રણ છે.
નિમંત્રક:
ગુલશને મોહંમદી ટ્રસ્ટ – સામખીયારી
અલ્લાહ તઆલા આ સંસ્થાને વધુ પ્રગતિ, બરકત અને કામિયાબી અતા ફરમાવે – આમીન.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!