ચુપણીના વિદ્યાર્થીઓની DNK ઓર્ગેનિક ફાર્મની મુલાકાત
Views: 135
2 0
Read Time:1 Minute, 35 Second

પ્રકૃતિના સાનિધ્યમાં ખેતી અને વ્યવહારુ શિક્ષણનો અનુભવ

ચુપણી: ચુપણી ગામની સરકારી શાળાના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ DNK ઓર્ગેનિક ફાર્મની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. શાળાના આચાર્ય ગોપાલભાઈ હડિયાલ તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પ્રકૃતિ અને ખેતીને નજીકથી નિહાળી હતી. ફાર્મ હાઉસના ડૉ. દેવેન્દ્ર કાલરીયાએ વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખેતી અને પ્રકૃતિ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ ખેતીની વિવિધ બાબતો અંગે પ્રશ્નો પૂછીને પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું.

પુસ્તકીય જ્ઞાન સાથે પ્રાયોગિક અનુભવ મળતાં વિદ્યાર્થીઓમાં નવી બાબતો જાણવાની ઉત્સુકતા જોવા મળી હતી. આ પ્રવૃત્તિથી બાળકોમાં પ્રકૃતિપ્રેમ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સહકાર અને સામાજિક સમજ વિકસે તેવો હેતુ રહ્યો હતો. વિદ્યાર્થીઓ માટે પિકનિકનો દિવસ આનંદ સાથે જ્ઞાન અને સંસ્કારોનો જીવંત પાઠ બની રહ્યો હતો. જે સમગ્ર તસવીરમાં દ્રશ્યમાન થાય છે તસવીર અહેવાલ આરીફ દિવાન મોરબી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *