લક્ઝરી બસમાંથી ૮૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો
Views: 58
0 0
Read Time:1 Minute, 6 Second

ખંભાળિયા : જૂના આરટીઓ સર્કલ પાસે પુલ નીચેથી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી સમય ટ્રાવેલ્સની બસ નં. GJ-MP-45-Z-9955 મારફતે સુરતથી લાવવામાં આવેલો પરદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ૮૪ બોટલ, કિંમત રૂ.૨૬ હજારનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં દારૂ સુરતથી બસ મારફતે ખંભાળિયા લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બનાવમાં એક આરોપી ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ તેજ કરી છે. દારૂ કોને પહોંચાડવાનો હતો અને હેરાફેરી પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની સતર્કતા અને બાતમીના આધારે કરાયેલી કાર્યવાહીના પગલે દારૂનો જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ ઝડપી લેવાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *