શિક્ષણથી સશક્ત સમાજની દિશામાં એક પ્રેરણાદાયી પગલું
Views 172

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઝાહિદ ભાવનગરઃ જાહિદ ખોલીયા ભાવનગર શ્રી ઔદિચ્ય યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ માત્ર આર્થિક સહાય પૂરતો સીમિત રહ્યો નથી,પરંતુ તે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને ભવિષ્યની આશાઓને નવી ઊંચાઈ આપતો પ્રેરણાસ્રોત બન્યો છે. શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત આધાર છે.આ વિચારને સાકાર કરતી આ પહેલ પ્રશંસનીય છે.


ભાવનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ક્ષેત્રે અભ્યાસ કરતા તેમજ પીએચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન વિદ્યાર્થીઓ માટે માત્ર પુરસ્કાર નહીં, પરંતુ સતત મહેનત, શિસ્ત અને લક્ષ્યપ્રતિની નિષ્ઠાનું માન્યતા પત્ર બન્યું છે.ખાસ ઉપસ્થિત રહેલા સમાજસેવી અને ટેકનોક્રેટ તેજસભાઈ જાનીએ વિદ્યાર્થીઓને ભવિષ્યલક્ષી માર્ગદર્શન આપી પ્રેરિત કર્યા. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાય અને કોમ્પ્યુટર ક્ષેત્રના વિદ્યાર્થીઓને રોજગારની ઓફર કરીને તેમણે માનવસેવા સાથે વ્યવહારિક સહયોગનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
ટ્રસ્ટી વકીલ રાજુભાઈ દવેના આધ્યાત્મિક સંસ્કારોના સંદેશ, પ્રમુખ શૈલેષભાઈ ભટ્ટનું સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેનું માર્ગદર્શન અને સમગ્ર ટીમની સંયુક્ત મહેનતે આ કાર્યક્રમને અર્થસભર બનાવ્યો.
આવો પ્રયાસ સ્પષ્ટ સંદેશ આપે છે.વિદ્યાર્થીઓમાં વિશ્વાસ મૂકશો, તો તેઓ સમાજને નવી દિશા આપશે. શ્રી ઔદિચ્ય યુવક મંડળની આ પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહે તેવી શુભેચ્છા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!