ટંકારા હાઇવે ચીલઝડપ કેસમાં મોરબી LCBની મોટી સિદ્ધિ: ૧૦૦% મુદ્દામાલ સાથે રીઢો તસ્કર અને સોની ઝડપાયા
Views 229

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ રિયાઝ સોહોરવદી ટંકારા:
ટંકારા–રાજકોટ હાઇવે પર રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના ગળામાંથી સોનાનો હાર ઝુંટવી ફરાર થયેલા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના દિવસોમાં ઝડપી લીધો છે. લૂંટ કરનાર શખ્સ સાથે લૂંટનો માલ ખરીદનાર સોનીની પણ ધરપકડ કરી પોલીસે કુલ ₹૬.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


ગત તા. ૦૪/૦૨/૨૦૨૬ ના રોજ વાંકાનેર તાલુકાના પલાસગામના રહેવાસી ધુનાબેન ગમારા ટંકારા હાઇવે પર રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે મિતાણા ઓવરબ્રિજ નજીક બાઈક પર આવેલા અજાણ્યા શખ્સે તેમના ગળામાંથી અંદાજે ₹૧.૨૫ લાખની કિંમતનો સોનાનો હાર ઝુંટવી લીધો હતો. આ અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદના આધારે મોરબી LCB ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન રાજકોટનો રહેવાસી સંદિપ જીતેન્દ્રભાઇ પંડ્યા શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછમાં તેણે લૂંટાયેલો સોનાનો હાર રાજકોટના સોની શ્રીકાંત હેમંતભાઇ સોનીને વેચ્યો હોવાનું ખુલ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી ૨૩.૬૬૦ ગ્રામ વજનનો સોનાનો ઢાળિયો, રોકડ રકમ, તેમજ ગુનામાં વપરાયેલ હીરો સ્પ્લેન્ડર બાઈક મળી કુલ ₹૬,૮૧,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલ આરોપી ગુનો કરતા પહેલા બાઈકની નંબર પ્લેટ કાઢી નાખતો અને મોઢે રૂમાલ બાંધીને એકલદોકલ મહિલાઓને નિશાન બનાવતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. મોરબી LCBની આ કાર્યવાહીથી હાઇવે પર ચીલઝડપ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!