મોરબીના પીપળીયા ચાર રસ્તા ફાટક પાસે ટ્રાફિક જામ હળવું કરવામાં આયોજનનો અભાવ હોવાનું મહેસુસ કરતા વાહન ચાલકો
Views 117

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાઇચા માળીયા( મી.) ઉદ્યોગ નગરી મોરબી ને તાલુકામાંથી જિલ્લાનું પદ મળ્યા પછી પણ તંત્રનું ડિમોલેશન દબાણ પર ફરી વળ્યું છે પરંતુ સમસ્યાઓ નું અંત લાવવામાં કયા ગ્રહ નડે છે એ તો વિકાસની વાતો કરનાર નેતાઓ ધારાસભ્ય સંસદ સભ્યો કે મંત્રી નેતાઓએ વારંવાર મળતી જિલ્લા કક્ષામાં સંકલન સમિતિમાં ચર્ચા વિચારણા અને સંદેશ પાઠવવા પૂરતી જ સંકલન સમિતિ મળતી હોય તેવી સ્થિતિનું નિર્માણ ઉદ્યોગ નગરી મોરબીમાં સમસ્યાઓ કહી રહી છે પાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી મોટાભાગના માર્ગો મજબૂત થઈ રહ્યા છે પરંતુ સમસ્યા ટ્રાફિકની યથાવત રહી હોય તેમ મોરબી શહેર સીટીમાં તો જેટલા વાહન પાર્કિંગની વ્યવસ્થા ને અભાવ ના કારણે જે તે સમયે ખડકાયેલા આડેધડ બાંધકામો ના પાપે ટ્રાફિક હળવો કરવા બાયપાસ ના માર્ગો પર બ્રિજ ઓવરબ્રિજ લાખો કરોડોના ખર્ચે બન્યા પછી પણ સમસ્યા ટ્રાફિકની બાયપાસ પસાર થતાં માર્ગો પર પણ સમસ્યાના સ્વરૂપે તંત્રની નિષ્ક્રિયતાની ઓળખ પૂરી પાડી રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી ત્યારે વિકાસની વાતો કરનાર નેતાઓ અને જિલ્લા કક્ષાના જવાબદાર અધિકારીઓએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કરતા ખરા અર્થે સમસ્યા મુક્ત મતદાર પ્રજા બને તેવા પ્રયાસો કરવા જોઈએ નહીં તો પીપળીયા ચાર રસ્તા ટ્રાફિક જામના દ્રશ્યો જિલ્લા કક્ષાની સરકારી કચેરીઓમાં હલ્લાહ બોલ માનવ મેદની ઉપવાસ છાવણી આંદોલન છેડે ત્યારે જ પીપળી ત્રણ રસ્તાની સોસાયટીની જેમ જ પીપળીયા ચાર રસ્તા જે કચ્છ જામનગર રાજકોટ જેવા વિસ્તારને જોડતો બાયપાસ માર્ગ છે તેવા બાયપાસ હાઈવે વિસ્તાર પીપળીયા ચાર રસ્તામાં લાંબી કટારો વાહનોની સમસ્યાના સ્વરૂપે ઈમરજન્સી 108 જેવી એમ્બ્યુલન્સ ને પસાર થવું કઠિન બન્યું હોય તેવું ચિત્ર અવારનવાર સર્જાતું હોય છે ત્યારે ઘટના દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર જિલ્લા કક્ષાના અધિકારીઓએ પ્રજાલક્ષી કાર્યને પ્રધાન્ય આપી પ્રજાને સમસ્યા મુક્ત કરવી જોઈએ તે ડિજિટલ ગુજરાતના ઉદ્યોગ નગરી મોરબી પંથકની મતદાર પ્રજાની લાગણી નેતાઓને જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ રહી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!