ફરજની મિશાલ : મધરાતે નાયબ કલેક્ટરની સ્થળ તપાસ
Views 152


ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી તાલુકાના છેવાડાના ભેટ ગામે ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્રએ દાખવેલી સખ્તાઈ પ્રશંસનીય બની છે. ગત દિવસોમાં નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા નાઓએ ભેટ ગામે આવેલા ગેરકાયદેસર કોલસાના કૂવા બુરાણ કરાવવાની કાર્યવાહી કરી હતી.


આ કાર્યવાહી માત્ર કાગળ પર ન રહે, પરંતુ જમીન પર અસરકારક રીતે અમલમાં રહે તે માટે તા. ૦૫/૦૨/૨૦૨૫ ના રોજ રાત્રે ૦૨:૩૦ કલાકે નાયબ કલેક્ટર શ્રી મકવાણા જાતે ભેટ ગામે પહોંચી ગયા હતા. મધરાતે કરાયેલી આ અચાનક તપાસ દરમિયાન બુરાણ કરાયેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવો ફરી શરૂ ન થયા હોવાની સ્થળ પર તપાસ કરી ખાતરી કરવામાં આવી.


પ્રશાસનની આ સક્રિયતા એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ તેની સતત દેખરેખ પણ તંત્રની પ્રાથમિકતા છે. દૂરદરાજના ગામે, રાત્રિના સમયે જાતે હાજરી આપી તપાસ કરવી એ અધિકારીની ફરજપરાયણતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે.
આવી સજાગ અને ઈમાનદાર કામગીરીથી પર્યાવરણ સુરક્ષા, માનવજીવનની સલામતી અને કાયદાનો દબદબો મજબૂત બને છે. નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા નાઓની આ કામગીરી ચોક્કસપણે પ્રશાસન માટે પ્રેરણારૂપ અને જનવિશ્વાસ વધારતી સાબિત થઈ છે.
રિપોર્ટ સંજય નંદેસરિયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!