નાત–જાતનો ભેદ ભૂલી એકતાનો સંદેશ: યુપીના અર્જુન રાજની સનાતન બાઈક યાત્રા
Views 269


અહેમદાબાદ મિત્ર ન્યુઝ
રિપોર્ટ:ઈકબાલ સાઈચા મોરબી:આધુનિક યુગમાં પણ ધાર્મિક શ્રદ્ધાની જ્યોત અખંડિત છે. મંદિર, મસ્જિદ, દરગાહ—આ બધા શ્રદ્ધાના પ્રતીક બની સર્વ સમાજને એકતા અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. એવી જ ભાવનાનું જીવંત ઉદાહરણ છે ઉત્તર પ્રદેશના સિદ્ધનાથ નગરના યુવાન અર્જુન રાજ


અર્જુન રાજ વર્ષ 2016થી ‘સનાતન બાઈક યાત્રા’ પર છે. હાલમાં તેઓ ગુજરાતના મોરબી નજીક માંડલ ગામની સિરામિક ફેક્ટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. નોકરી સાથે-साथ તેમણે પોતાની બાઈક પર ગુજરાત, રાજસ્થાન, ઉજ્જૈન, નેપાલ, બિહાર, યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પ્રવાસ કરીને 4,000થી વધુ નાના–મોટા ધાર્મિક સ્થળોના દર્શન કર્યા છે.
અર્જુન રાજનું સ્પષ્ટ મંતવ્ય છે—
“નાત–જાતને ખતમ કરો, એક જૂથ બનો—એ જ સનાતન ધર્મ.”


તેઓ કહે છે કે સનાતન ધર્મ કોઈ એક જ્ઞાતિ કે વર્ગનો નથી; તે માનવતા, ભક્તિ અને એકતાનો માર્ગ છે. મંદિર–મસ્જિદ શ્રદ્ધાના કેન્દ્ર છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાના ધર્મ મુજબ પૂજા, પ્રાર્થના અને ઈબાદત કરીને શાંતિ અને સહભાવના પોષે છે. નાત–જાતના ભેદ ભૂલી માનવતા સાથે જોડાવું—એ જ સાચું સનાતન ચિંતન છે.


અર્જુન રાજની સનાતન બાઈક યાત્રાની યાદગાર તસવીરો તેમની યાત્રાની સાક્ષી આપે છે. ધર્મ સાથે એકતા અને ભાઈચારાનો સંદેશ વહેંચતી આ યાત્રા આજના સમયમાં પ્રેરણારૂપ બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!