ઉનાળાની તાપમાં માનવતાનો શીતલ સ્પર્શ: રાજકોટમાં 100 યુનિટ રક્તદાનથી જીવ બચાવવાનો મહાયજ્ઞ
Views: 81
0 0
Read Time:2 Minute, 24 Second

ઉનાળાના આકરા તાપમાં જ્યારે બ્લડ બેંકોમાં તમામ ગ્રુપના રક્તની અછત અનુભવાઈ રહી છે, ત્યારે રાજકોટમાં માનવતાનું પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું. સ્વ. વિનુભાઈ શંભુભાઈ સૈયાગોરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે, શ્રી મંદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી કિંગ્સ પ્લાઝા ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંકના સહકાર સાથે યોજાયેલા આ કેમ્પમાં ઉલ્લેખનીય પ્રતિસાદ મળ્યો. મેહુલભાઈ વિનુભાઈ સૈયાગોર, સૈયાગોર પરિવાર, અજીતભાઈ રવૈયા તેમજ વિશાળ મિત્ર વર્તુળના સહયોગથી કુલ 100 યુનિટ રક્ત એકત્રિત થયું, જેમાંથી 52 યુનિટ રાજકોટ સિવિલ હોસ્પિટલને અને 48 યુનિટ રેડક્રોસ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યા.

રક્તદાન ઉપરાંત, કુંડારીયા ફાઉન્ડેશન દ્વારા તમામ રક્તદાતાઓ માટે મફત આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી. જેમાં સુગર, બ્લડ પ્રેશર, હિમોગ્લોબિનની તપાસ સાથે કેન્સર વિશે માર્ગદર્શન અને હોર્મોનલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા. જેમનું હિમોગ્લોબિન ઓછું હતું, તેમને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી.આ કેમ્પ માત્ર રક્તદાન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ સ્વાસ્થ્ય જાગૃતિ અને સમાજસેવાનો એક ઉત્તમ સંદેશ પણ આપ્યો. આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ, સૈયાગોર પરિવાર અને સહયોગી સંસ્થાઓનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આવો પ્રયત્ન સમાજમાં માનવતાની ભાવનાને જીવંત રાખે છે અને “રક્તદાન – મહાદાન”ના સંદેશને વધુ મજબૂત બનાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *