ચોટીલા નગરપાલિકા મતગણતરી માટે સંપૂર્ણ તૈયારી: આજે સવારે ૯ વાગ્યાથી પ્રક્રિયા શરૂ
Views 54

રિપોર્ટ: સંજય નંદેસરિયા
ચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી–૨૦૨૬ અંતર્ગત આવતી કાલે તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી પ્રક્રિયા સુચારૂ અને પારદર્શક રીતે યોજાવવા માટે આઈ.ટી.આઈ., ચોટીલા ખાતે કાઉન્ટિંગ સેન્ટર નિર્ધારિત કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારી તથા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા સવારના ૦૯:૦૦ કલાકથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાશે.મતગણતરી માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમાં સુરક્ષા બંદોબસ્ત, કાઉન્ટિંગ ટેબલ, સુપરવાઈઝર તથા સ્ટાફની નિમણૂક, અધિકારીઓની તૈનાતી, પ્રવેશ નિયંત્રણ તેમજ વીજળી અને તકનિકી સુવિધાઓનો સમાવેશ થાય છે, જેથી સમગ્ર પ્રક્રિયા નિયમબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

પ્રક્રિયા મુજબ સૌપ્રથમ પોસ્ટલ બેલેટ (PB)ની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ વોર્ડવાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવશે. દરેક વોર્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ તરત જ તે વોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર કરવા માટે કાઉન્ટિંગ સેન્ટરની બહાર સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.મતગણતરી દરમિયાન ઉમેદવારો, તેમના એજન્ટો અને અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં સંપૂર્ણ પારદર્શિતાથી પ્રક્રિયા હાથ ધરાશે. સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.ચૂંટણી પંચના માર્ગદર્શક નિયમોનું કડક પાલન કરવામાં આવશે, જેથી મતગણતરી પ્રક્રિયા વિશ્વસનીય અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!