“માનવતા જીતી: ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે સુરક્ષિત મિલન, 181 અભયમ ટીમની સરાહનીય કામગીરી”
Views: 96
0 0
Read Time:2 Minute, 19 Second


મોરબી જિલ્લામાં માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં 181 અભય મહિલા હેલ્પલાઇન ટીમે ભૂલા પડી ગયેલા વૃદ્ધ મહિલાને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી છે.
માહિતી મુજબ, એક જાગૃત નાગરિક દ્વારા 181 અભય હેલ્પલાઇનમાં કોલ કરી જાણ કરવામાં આવી કે એક અજાણી વયોવૃદ્ધ માજી ઘણા સમયથી એકલા ભટકતા જોવા મળે છે અને તેઓ પોતાનું ઘર પણ ભૂલી ગયા છે. માહિતી મળતા જ 181 ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી દ્વારા વૃદ્ધ મહિલાને શાંતિ આપી સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તેમની પાસેથી રહેઠાણ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ થયો, પરંતુ વધુ ઉંમરના કારણે તેઓ સ્પષ્ટ માહિતી આપી શક્યા નહોતા. તેમ છતાં, ટીમે ધીરજ અને સતત પ્રયત્નો દ્વારા અંતે તેમના પરિવાર સુધી પહોંચવામાં સફળતા મેળવી. વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવી, જે ક્ષણે પરિવારજનોમાં આનંદ સાથે રાહતનો માહોલ જોવા મળ્યો. પરિવારજનોે જણાવ્યું કે, વૃદ્ધાની ઉંમર વધુ હોવાથી તેઓ વારંવાર ભૂલી જાય છે અને આ વખતે પણ અચાનક ઘરેથી નીકળી ગયા હતા. સવારથી જ તેઓ શોધખોળ કરી રહ્યા હતા પરંતુ કોઈ માહિતી મળી નહોતી. 181 ટીમે પરિવારને વૃદ્ધાની યોગ્ય સંભાળ અને ખાસ કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું. અંતે, પરિવારે ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો.આ સમગ્ર ઘટનાએ સાબિત કર્યું કે 181 અભયમ ટીમ માત્ર સેવા જ નહીં, પરંતુ માનવતાનો જીવંત ઉદાહરણ બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *