મોરબી જિલ્લામાં મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ: ૨૬ એપ્રિલે શાંતિપૂર્ણ ચૂંટણી માટે તંત્ર સજ્જ
Views 58

મોરબી જિલ્લામાં મહા નગર પાલિકા, ટંકારા, માળીયા અને વાંકાનેર નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તા. ૨૬ એપ્રિલ, રવિવારે સવારે ૦૭:૦૦ થી સાંજના ૦૬:૦૦ દરમિયાન મતદાન યોજાનાર છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી અને પોલીસ અધિક્ષક મુકેશ પટેલે પત્રકારોને સંબોધન કરીને તૈયારીઓની વિગત આપી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ રાજાવાઢા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલિકાના ૧૩ વોર્ડમાં કુલ ૫૨ બેઠકો માટે ચૂંટણી યોજાશે. સમગ્ર જિલ્લામાં કુલ ૮૫૭ મતદાન મથકો પર પ્રિસાઈડિંગ ઓફિસર સહિત ૪૨૮૫ જેટલા પોલિંગ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં રિઝર્વ સહિત કુલ ૧૯૧૫ ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે, તેમજ ૨૧ અધિકારીઓને કચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લામાં કુલ ૮૫૭ મતદાન મથકોમાંથી ૨૨૫ મથકો અને ૧૬૩ લોકેશન સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ૨૪ અને તાલુકા પંચાયતની ૯૮ બેઠકો માટે કુલ ૬૦૫ મતદાન મથકો પર મતદાન યોજાશે.જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદારોને લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણીમાં ફરજિયાત મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ જેમ કે વ્હીલચેર, પોલીસ બંદોબસ્ત અને અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
પોલીસ અધિક્ષક મુકેશ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લામાં આશરે ૨૦૦૦ પોલીસ કર્મચારીઓને વિવિધ ફરજો સોંપવામાં આવી છે અને ૫૨ સેક્ટર મોબાઈલ ટીમો સતત દેખરેખ રાખી રહી છે.મતદારોને કોઈ અસુવિધા ન થાય તે માટે પોલિંગ સ્ટાફને બે તબક્કાની તાલીમ આપવામાં આવી છે અને ડિસ્પેચિંગ સમયે ત્રીજી તાલીમ આપવામાં આવશે. ગરમીને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો, વીજળી, પ્રાથમિક સારવાર, ઓ.આર.એસ. કીટ અને રેમ્પ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે.જિલ્લામાં તમામ ઈવીએમ મશીનો તૈયાર કરી સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!