ધાંગધ્રા–માળિયા બાયપાસ સરા ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા યથાવત, માર્ગ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે લોકચર્ચા તેજ
Views: 72
0 0
Read Time:2 Minute, 1 Second

ધાંગધ્રા–માળિયા બાયપાસ પર આવેલ સરા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાપન એક પડકારરૂપ મુદ્દો બની રહ્યો છે. અહીં ટી.આર.બી. જવાનો દ્વારા વાહનવ્યવહાર નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતાં સતત વધતી અવરજવર વચ્ચે સમસ્યાનો પૂરતો ઉકેલ મળતો નથી એવી સ્થાનિકોમાં ચર્ચા છે.

હળવદ બાયપાસના સરા ચોકડી વિસ્તાર પરથી આશરે 75 ગામોના લોકો દૈનિક વાહન લઈને પસાર થાય છે, જેના કારણે માર્ગ પર ભારે ટ્રાફિક દબાણ સર્જાય છે. આવા સંજોગોમાં માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડામર રોડ પર સફેદ પટ્ટા (રોડ માર્કિંગ) અને સ્પીડ બ્રેકર (બમ્પ) જેવી મૂળભૂત સુવિધાઓ જરૂરી હોવાનું લોકો માને છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, સરા ચોકડી ઉપરાંત મોરબી ચોકડી અને રાણેકપર ચોકડી વિસ્તારમાં પણ સફેદ પટ્ટાની સુવિધાનો અભાવ જોવા મળે છે, જે અકસ્માતની શક્યતા વધારતું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ મુદ્દે લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે માર્ગ અને મકાન વિભાગ તથા એલ એન્ડ ટી કંપની દ્વારા નિયમિત રોડ માર્કિંગ અને જરૂરી સ્થળોએ બમ્પ બનાવવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. હાલમાં, આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત સામે આવી નથી, પરંતુ લોકચર્ચા જોર પકડતા સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે:- રિપોર્ટ: સંજય નંદેસરીયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *