“માનવતાની મહેક સાથે સેવા યાત્રા – રાજકોટ જંગલેશ્વર ગ્રુપની અનોખી પહેલ”
Views 122

ધાર્મિક ભાવના અને માનવતાની સુગંધથી ભરપૂર સેવા કાર્યો આજના સમયમાં સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. આવી જ એક અનોખી પહેલ છેલ્લા દસ વર્ષથી રાજકોટના જંગલેશ્વર ગ્રુપ દ્વારા સતત કરવામાં આવી રહી છે, જે પદયાત્રીઓ માટે આશીર્વાદ સમાન બની છે.રાજકોટથી કચ્છ સુધી પદયાત્રા કરતા ભક્તો માટે ગ્રુપના સભ્યો પોતાના વાહન દ્વારા ઠંડા પીણા, બદામ શેક, લસ્સી તેમજ ઠંડું પાણી જેવી વ્યવસ્થાઓ કરે છે. વાતાવરણ અનુસાર ક્યારેક ઠંડા તો ક્યારેક ગરમ પીણાં આપી યાત્રાળુઓને તાજગી અને આરામ મળે તે માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. આ સેવા માત્ર પીણાં પૂરતી સીમિત નથી, પરંતુ તે ભક્તિ, દયા અને સહાનુભૂતિનો જીવંત ઉદાહરણ છે.

કચ્છના શહેનશાહ હજરત હાજીપીર ની કૃપા અને કચ્છવાસીઓની દુઆથી આ સેવા યજ્ઞ દર વર્ષે નિયમિત રીતે યોજાય છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખતાં, ગ્રુપના સેવાભાવી સભ્યો ઉત્સાહ અને શ્રદ્ધાથી જોડાયા હતા. આ સેવા કાર્યમાં ફિરોજ ઓડીયા, સબીર સિપાઈ, બાદલ પીપરવાડીયા, બોદું ચુડાસમા, સલીમ ચુડાસમા, અમીન ગોધાવિયા, લાલાભાઈ ગામેતી, નવસાદ પીપરવાડીયા અને કયુમ પીપરવાડીયા સહિતના સેવાભાવી વ્યક્તિઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આવો નિસ્વાર્થ સેવા ભાવ સમાજને એકતા, સહકાર અને પ્રેમનો સંદેશ આપે છે. ખરેખર, આવી સેવાઓમાં જ “ધર્મ”નો સાચો અર્થ છુપાયેલો છે – જ્યાં માનવ સેવા જ ઈશ્વર સેવા બની જાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!